સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિની રચનામાં નો-રિપીટેશન, મહત્વની 12 સમિતિની રચનામાં તમામ નવા ચહેરાનો સમાવેશ

by Aadhya
0 comment 2 minutes read


– અધ્યક્ષના નામ જાહેર થતાં અનેકના મોઢા પડી ગયા

સુરત,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર 

સુરત મહાનગરપાલિકાના પદ અધિકારીઓની જેમ જ પાલિકાની વિવિધ સમિતિની રચનામાં પણ નો-રિપીટેશન કરવામાં આવ્યું છે. આજે ભાજપની સંકલન બેઠકમાં વિવિધ 12 સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સાથે સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ નામ જાહેર થતાં જ અધ્યક્ષ પદ માટે પ્રબળ દાવેદારી કરનારા અનેક કોર્પોરેટરના મોટા પડી ગયા હતા. 

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા ભાજપની સંકલન બેઠક મળી હતી. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા આ સંકલન બેઠકમાં વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના પદ અધિકારી તરીકેની રેસમાં પાછળ રહી ગયેલા કેટલાક દાવેદારો મહત્વની સમિતિના અધ્યક્ષ તરીકે પ્રબળ દાવેદારી કરતા હતા. આ માટે તેઓએ ભારે લોબિંગ પણ કર્યું હતું. જોકે આજે શહેર પ્રમુખે સંકલન બેઠકમાં નામ જાહેર કરતા જેમના નામ જાહેર થયા છે તે કોર્પોરેટર ખુશાલ થઈ ગયા હતા. જ્યારે જેઓ સમિતિના અધ્યક્ષ બનવા માટે પ્રબળ દાવેદારી કરતા હતા તેઓના મોઢા પડી ગયા હતા.

પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ પ્રમાણે છે

આરોગ્ય સમિતિ અધ્યક્ષ : નેન્સી શાહ

ઉપાધ્યક્ષ : દીપેશ પટેલ 

જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ : ભાઈદાસ પાટીલ

ઉપાધ્યક્ષ : કેતન મહેતા

પાણી સમિતિ અધ્યક્ષ :  હિમાંશુ રાવલજી

ઉપાધ્યક્ષ :  કુણાલ સેલર

ટાઉન પ્લાનિંગ સમિતિ અધ્યક્ષ : નાગર પટેલ

ઉપાધ્યક્ષ : ઉષા પટેલ

સમાજ કલ્યાણ, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ : સોનલ દેસાઇ

ઉપાધ્યક્ષ : રૂતા ખેની

ગટર સમિતિ અધ્યક્ષ : કેયુર ચોપટવાલા

ઉપાધ્યક્ષ : સુધા પાંડે

કાયદા સમિતિ અધ્યક્ષ : નરેશ રાણા

ઉપાધ્યક્ષ : ભાવના સોલંકી

હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ : મનીષા આહીર

ઉપાધ્યક્ષ : કૈલાશ સોલંકી

ગાર્ડન સમિતિ અધ્યક્ષ : ગીતા સોલંકી

ઉપાધ્યક્ષ : રાજેશ્રી મેસુરીયા

લાઈટ એન્ડ ફાયર સમિતિ અધ્યક્ષ : ચિરાગ સોલંકી

ઉપાધ્યક્ષ : નરેન્દ્ર પાંડવ

સ્લમ અપગ્રેડેશન સમિતિ અધ્યક્ષ : વિજય ચોમલ

ઉપાધ્યક્ષ : બનશું યાદવ

ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ : સોમનાથ મરાઠે

ઉપાધ્યક્ષ : નિલેશ પટેલ

Source link

You may also like

Leave a Comment