પાંડેસરામાં 14 માસનો બાળ ધાતુનું સોકેટ ગળી ગયો, સિવિલમાં બહાર કઢાયું

by Aadhya
0 comment 2 minutes read

Updated: Oct 23rd, 2023

અન્નનળીમાં
ફસાયેલા ૩ સેન્ટીમીટરની સાઇઝના સોકેટને દુરબીન અને ચીપિયાની મદદથી કાઢી લેવાયું

 સુરત,:

પાંડેસરામાં
રવિવારે સાંજે બહેનો સાથે રમતા રમતા ૧૪ માસનો બાળક ૩ સેન્ટીમીટર લાંબો ઈલેક્ટ્રીક
સોકેટ ગળી જતા અન્નનળીમાં ફસાઈ જતા નવી સિવિલમા સર્જરી કરીને કઢાયો હતો.


નવી
સિવિલથી મળેલી વિગત મુજબ  પાંડેસરામાં
બાલાજી નગરમાં રહેતા દીપચંદ સહાની ન ૧૪ માસનો પુત્ર દિવ્યાંગ તથા તેમની ૬ વર્ષની
પુત્રી દીપિકા અને ૮ વર્ષની દીપશિખા રવિવારે સાંજે ઘરની બાલ્કનીમા રમતા ત્યારે
દિવ્યાંગ ધાતુનો સોકેલ ગળી જતા રડવા લાગ્યો હતો. માતા મીનાબેનને દિકરો કંઇક ગળી
ગયાની શંકા જતા ખાનગી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં એક્સ-રેમાં ધાતુની ચીજ દેખાઇ
હતી. પણ અહી સારવાર માટે રૃા.૩૦ હજારનો ખર્ચ થતો હોવાની આર્થિક રીતે અક્ષમ પરિવાર
બાળકને નવી સિવિલમાં લઇ આવ્યા હતા.

ઈએનટી
એટલે કે નાક- કાન- ગળા વિભાગના વડા ડો.જૈમીન કોન્ટ્રાકટર સાથે ટીમે મોઢામાં દુરબીન
અને ચીપિયો નાંખીને ટેકનીકનો ઉપયોગ કરીને બાળકના ગળામાંથી ધાતુનો સોકેટને પોણો
કલાકમાં બહાર કાઢી લીધું હતું. આ ૩ સેન્ટીમીટર લાબું સોકેટ હતું. અહી સર્જરી
નિઃશુલ્ક થઇ હતી.

Source link

You may also like

Leave a Comment