દિવાળીના તહેવારોમાં 8 જોડી સાપ્તાહિક ટ્રેનના 144 ફેરા દોડાવાશે

by Aadhya
0 comment 2 minutes read

Updated: Oct 31st, 2023


સુરત

સુરત ઉપરાંત
દક્ષિણ ગુજરાતના પટ્ટામાં સૌથી વધુ પરપ્રાંતીય કારીગરો સ્થાયી થયા હોવાથી
, ખાસ કરીને, દિવાળી પહેલાં વતન જવાનું આયોજન છતાં ટ્રેનોમાં સીટ મળતી નહીં હોવાની ફરિયાદ
વર્ષો જૂની ફરિયાદને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લઈ શકે તે માટે
8 જોડી સ્પેશિયલ ટ્રેનોમાં 6360 જેટલાં વધારાના કોચ જોતરવામાં
આવ્યા છે.

રેલવેની
રેગ્યુલર ટ્રેનોમાં દિવાળીના દિવસો દરમિયાન સૌથી વધુ ભીડ રહે છે અને તેથી નવેમ્બર
અને ડિસેમ્બર દરમિયાન દિવાળીથી વધારાની સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનું આયોજન થયું
છે. મંગળવારને બાદ કરતાં અઠવાડિયાના તમામ દિવસોમાં આ ટ્રેનો જુદાં જુદાં સ્ટેશનોથી
ઉપડશે. જેનો લાભ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉઠાવી શકશે.

દક્ષિણ
ગુજરાતમાં સુરત અને વલસાડથી ૩ વધારાની સ્પેશિયલ ટ્રેનો છે
, જેમાં વલસાડ-દાનાપુર,
વલસાડ ભીવાની અને ઉધના-મેંગલોર ટ્રેનનો સમાવેશ થાય છે. તમામ વર્ગના
પ્રવાસીઓ તહેવાર વિશેષ ટ્રેનોનો લાભ ઉઠાવી શકે તે માટે જનરલ ક્લાસ
, સ્લીપર ક્લાસ, ફર્સ્ટ, સેકન્ડ
અને થર્ડ એસીના કોચ સામેલ કરવામાં આવ્યાં છે.

Source link

You may also like

Leave a Comment