આઈડીયલ મુવર્સ પ્રા. લિ.ની માલિકીના ટ્રેલરચાલકે બાઇકસવાર પિતા-પુત્રને અડફટે લેતા પિતાનું મોત, પુત્રને ગંભીર ઈજા થઈ હતી
Updated: Nov 22nd, 2023
સુરત
આઈડીયલ મુવર્સ પ્રા. લિ.ની માલિકીના ટ્રેલરચાલકે બાઇકસવાર
પિતા-પુત્રને અડફટે લેતા પિતાનું મોત,
પુત્રને ગંભીર ઈજા થઈ હતી
સોળ વર્ષ
પહેલાં સુરતથી અંકલેશ્વર મોટર સાયકલ પર જતાં પિતા-પુત્રને ટ્રેલર ચાલકે હડફેટે લેતા
ઈજાગ્રસ્ત પુત્રની રૃ.30 લાખ તથા મૃત્તક પિતાના વારસોની રૃ.3 લાખના અકસ્માત વળતરની
માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝલરી જજ પ્રણવ એસ. દવેએ અંશતઃ મંજુર
કરી ઈજાગ્રસ્તને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત રૃ.20.73 લાખ તથા મૃતકના વારસોને રૃ.3.05 લાખ વળતર ચુકવવા ટ્રેલર
ચાલક,માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.
ઓલપાડ તાલુકાના
મોર ગામમાં ચંદ્રુફળીયામાં રહેતા 40 વર્ષીય રમેશભાઈ બાવજીભાઈ પટેલ તા.12-12-06ના રોજ પોતાના
૬૨ વર્ષીય પિતા બાવજીભાઈ પટેલને મોટર સાયકલની પાછળની સીટ પર બેસાડી સુરતથી અંકલેશ્વર
જતાં હતા.જે દરમિયાન હજીરા રોડ સ્થિત એસ્સાર સ્ટીલ કમ્પાઉન્ડમાં આવેલી નંદનિકેતન શોપીંગ
કોમ્પ્લેક્ષમાં આવેલી ધી આઈડીયલ મુવર્સ પ્રા.લિ.ના માલિકીના ટ્રેલરના ચાલકે મોટર સાયકલ
સવારે ઓવરટેકીંગનું સિગ્નલ બતાવવા છતાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરીને મોટર સાયકલને હડફેટે
લીધું હતુ.જેથી ટ્રેલરે સર્જેલા અકસ્માતના લીધે રમેશભાઈ પટેલને પગ,પાંસળી તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર મલ્ટીપલ ઈજા થવા પામી હતી.જ્યારે વૃધ્ધ
પિતાનું નિધન થયું હતુ.
જેથી
ઈજાગ્રસ્ત રમેશભાઈ પટેલે આઈડીયલ મુવર્સ પ્રા.લિ.ની માલિકીના ટ્રેલરના ચાલક
બિન્દેરાઈ ભરુદરાઈ રાઈ,માલિક તથા ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપની પાસેથી રૃ.30 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જ્યારે મૃત્તક બાવજીભાઈ
પટેલના વિધવા પત્ની પાનીબેન ઉર્ફે પુષ્પાબેન,પુત્ર ધીરજભાઈ
તથા ચંદ્રકાંતભાઈએ અકસ્માતમાં સંડોવાયેલા બંને વાહનના ચાલક,માલિક
તથા વીમા કંપની પાસેથી રૃ.3 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા
માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન
ઈજાગ્રસ્ત રમેશભાઈ તરફે એમ.જે.ભુરીયાશેઠ તથા કતીલ રિફાઈએ જણાવ્યું હતું કે
અરજદાર અંકલેશ્વરની ગુજરાત ઈન્ટેકટીસાઈડ્સ પ્રા.લિ.માં સીનીયર ટેકનિશ્યન તરીકે ફરજ
બજાવીને માસિક રૃ.12,756 આવક ધરાવતા હતા.અકસ્માતના લીધે
ગંભીર ઈજાથી તેમનો પગ કાપી નાખવો પડયો છે.પાંસળીમાં ગંભીર ઈજા થવા પામી છે.જ્યારે
મૃત્તકની વય 62 વર્ષની હોઈ માસિક રૃ.2500 કમાતા હતા.જેન ટ્રીબ્યુનલ જજે રેકર્ડ પરના પુરાવાનો લક્ષમાં લઈને
ઈજાગ્રસ્ત તથા મૃત્તકના વારસોને ઉપરોક્ત વાર્ષિક વ્યાજ સહિત વળતર ચુકવવા હુકમ
કર્યો છે.