મૂળ યુ.પી.વાસી આરોપી સંદિપ શુક્લાએ પાડોશમાં રહેતી તરૃણીને લલચાવી ફોસલાવીને ધાકધમકી આપીને શરીર સંબંધ બાંધ્યા હતા
Updated: Nov 8th, 2023
સુરત
મૂળ યુ.પી.વાસી આરોપી સંદિપ શુક્લાએ પાડોશમાં રહેતી
તરૃણીને લલચાવી ફોસલાવીને ધાકધમકી આપીને શરીર સંબંધ બાંધ્યા હતા
એકાદ
વર્ષ પહેલાં કાપોદરાની 12 વર્ષ ચાર માસની વયની તરૃણીને લલચાવી ફોસલાવી બળજબરીથી શારીરિક સંબંધ
બાંધી પોક્સો એક્ટનો ભંગ કરનાર યુ.પી.વાસી આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ
અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન. સોલંકીએ પોક્સો એક્ટની કલમ-૫(એલ) સાથે
વાંચતા કલમ-6 હેઠળ 20 વર્ષની સખ્તકેદ,રૃ.50 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની
સજા ફટકારી છે.આરોપીએ ભરેલા દંડની રકમમાંથી 45 હજાર તથા
વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને 1.50 લાખ વળતર
ચુકવવા હુકમ કર્યો છે.
મૂળ
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના ગૌરીગંજના વતની 37 વર્ષીય આરોપી સંદિપ પવનકુમાર શુક્લા
(રે.૨૨,વિશાલનગર વિભાગ-1 ધરમનગર
કાપોદરા) વિરુધ્ધ ગઈ તા.19-11-2022ના રોજ પાડોશમાં રહેતી 12 વર્ષ 4માસની વયની તરૃણીને લલચાવી ફોસલાવી ધાકધમકી
આપીને શરીર સંબંધ બાંધી પોક્સો એક્ટના ભંગ બદલ કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
હતી.ભોગ બનનારના ફરિયાદી પિતાએ આરોપી યુવક વિરુધ્ધ પોતાની સગીર વયની પુત્રીને
લલચાવી ફોસલાવીને ધાકધમકી આપીને દુષ્કર્મ
આચરવાના ગુનાની ફરિયાદના પગલે પોલીસે આરોપીની ધરપકડ પકડ કરી જેલભેગો કર્યો
હતો.
આજરોજ આ
કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં ફરિયાદપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 22સાક્ષી તથા દસ્તાવેજી
પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી સંદીપ શુક્લાને ઈપીકો-376૬ (2) (આઈ) (જે) (એન) 376 (3), 506(2) તથા પોક્સો એક્ટની
કલમ-5(એલ)6 તથા 10ના ગુનામાં દોષી ઠેરવ્યો હતો.જેથી આરોપીના બચાવપક્ષે આરોપી યુવાન તથા
અપરણીત હોવા ઉપરાંત ઘરમાં કમાનાર એક માત્ર વ્યક્તિ હોય ઓછી સજા કરવા માંગ કરી
હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે ભોગ બનનાર માત્ર 12 વર્ષની છે અને આરોપી પણ પાડોશી હોઈ સગીર હોવાનું જાણવના છતાં બળજબરીપુર્વક તેની સાથે એકથી વધુવાર
શારીરિક સંબંધ બાંધ્યા છે.આવા ગુનાનું પ્રમાણ આજકાલ વધી રહ્યું હોઈ હળવાશથી લેવાને
બદલે સમાજના દાખલો બેસે તે પ્રકારે મહત્તમ સજા તથા દંડ અને ભોગ બનનારને વળતર
ચુકવવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને ઉપરોક્ત સખ્તકેદ દંડ તથા ભોગ
બનનારને વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે આરોપી પક્ષે રજુ
કરેલા એગ્રેવેટીંગ તથા મીટીગેટીંગ સંજોગો ધ્યાને લેતા કાયદામાં ઠરાવેલી ઓછામાં ઓછી
સજા કરવાનો કોઈ વિકલ્પ અદાલત પાસે નથી.