આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ઘરના વેચાણ અને નવા પુરવઠામાં અનુક્રમે 22 ટકા અને 86 ટકાનો વધારો થયો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ PropTiger.com એ અહીં માહિતી આપી છે.
રિયલ એસ્ટેટ ટેક્નોલોજી પ્લેટફોર્મ REA ઇન્ડિયા હાઉસિંગ.કોમ, પ્રોપટાઇગર.કોમ અને મકાન.કોમની માલિકી ધરાવે છે.
પ્રોપટાઇગરે તેના ત્રિમાસિક અહેવાલ ‘રિયલ ઇનસાઇટ (રેસિડેન્શિયલ) (જાન્યુઆરી-માર્ચ 2023)’માં જણાવ્યું હતું કે દેશના આઠ મોટા શહેરોમાં જાન્યુઆરી-માર્ચ, 2023 દરમિયાન ઘરનું વેચાણ 22 ટકા વધીને 85,850 યુનિટ થયું હતું. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 70,630 યુનિટ હતું. નવા ઘરોનો પુરવઠો 79,530 યુનિટથી 86 ટકા વધીને 1,47,780 યુનિટ થયો છે.
અન્ય પ્રોપર્ટી એડવાઇઝરી ફર્મ્સના અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે છેલ્લા એક વર્ષમાં વ્યાજદરમાં વધારો થયો હોવા છતાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ઘરના વેચાણમાં વધારો થયો છે.
PropTiger.com, Housing.com અને Makaan.comના ગ્રૂપ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) વિકાસ વાધવને જણાવ્યું હતું કે, “ભારતીય હાઉસિંગ માર્કેટ વેચાણ અને નવા લોન્ચ બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિનું સાક્ષી છે. પડકારરૂપ વૈશ્વિક વાતાવરણ અને સ્થાનિક બજારમાં હોમ લોનના વ્યાજ દરોમાં થયેલા વધારાને જોતાં આ ખાસ કરીને નોંધનીય છે.