સુરતમાં 4 કરોડના ચરસ સાથે 3 ઝડપાયા, એક આરોપી હજીરામાં તો બીજો અદાણીમાં નોકરી કરે છે

by Aadhya
0 comment 3 minutes read

ચરસના મોટાભાગના પેકેટ હજીરા ખાતે આવેલી અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાંખરમાં દાટી દીધા હતાં

છેલ્લા 24 કલાકમાં સુરત અને અમદાવાદમાંથી કરોડો રૂપિયાનું એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું

Updated: Sep 22nd, 2023



સુરતઃ શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. (Surat Drugs) જે અંતર્ગત થોડા સમય અગાઉ હજીરાના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ચરસના જથ્થાને બે યુવકો દ્વારા દરિયા કિનારે અવાવરૂ જગ્યાએ દાટી દઈને બાદમાં અન્ય સાથે મળીને વેચાણ માટે લાવવાનું શરૂ કરાયું જે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. પકડાયેલ આરોપીઓમાં એક આરોપી હજીરામાં તથા બીજો અદાણીમાં નોકરી કરે છે આ બંને અગાઉ કોઈ કેસમાં સંડોવાયેલા નથી.

આરોપી હત્યા સહિત અન્ય બે ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે

સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે, ડ્રગ્સનું વેચાણ થતું હોવાની માહિતી એસઓજી-પીસીબીને મળી હતી. જતિન ઉર્ફે જગુ નામના શખ્સને રાંદેર ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 2 કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી હત્યા સહિત અન્ય બે ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે. અફીણનો જથ્થો હજીરાના નિલમનગર ખાતે રહેતા પિંકેશ અને અભિષેક દ્વારા આ જથ્થો આપ્યો હોવાની હકીકત સામે આવી હતી. બંને મિત્રો હજીરા દરિયા કાંઠે ફરવા ગયા હતા. તમામ ચરસના મોટાભાગના પેકેટ હજીરા ખાતે આવેલી અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાંખરમાં દાંટી દીધો હતો. જેમાંથી બે પેકેટ વેચાણ અર્થે લઈ લીધા હતા.

જમીનમાં દાટવામાં આવેલો જથ્થો પોલીસે કબ્જે કર્યો

જમીનમાં દાટીને છુપાવી રખાયેલા ચરસના જથ્થામાંથી છૂટક વેચાણ કરવામાં આવ્યું હતું. ચરસનો જથ્થો અંદાજીત 4 કરોડથી વધુની કિંમતનો હતો. જેનો પ્રતિ કિલોનો 50 લાખ રૂપિયાનો ભાવ છે. શહેર પોલીસની સતર્કતના કારણે ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા એક ગ્રામ,બે ગ્રામ તરીકે વેચાણ કરવામાં આવી રહ્યું હતું.  જમીનમાં દાટવામાં આવેલો બાકીનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. અગાઉ પણ સુંવાલી બીચ પરથી આ પ્રકારના ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ પ્રકારની બનતી ઘટનાને લઈ માછીમારો સાથે શહેર પોલીસ સતત સંપર્કમાં છે.જેના કારણે આ પ્રકારે ચરસ સહિતના નશાકારક પદાર્થોને ઝડપવામાં પોલીસને સફળતા મળી રહેતી હોવાનું સામે આવી રહ્યું છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

Source link

You may also like

Leave a Comment