પાલિકાના નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતી આવતા પાલિકાને 34 લાખની આવક

by Aadhya
0 comment 3 minutes read

વેકેશનમાં સુરતીઓ બહાર ફરવા સાથે સુરતમાં પણ મનોરંજન સ્થળ હાઉસ ફુલ

પાલિકાના નેચર પાર્ક માં 86971 મુલાકાતીઓ, એક્વેરિયમમાં 13500 મુલાકાતીઓ આવ્યા 

સુરત, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

દિવાળી વેકેશન સાથે જ સુરતીઓ વિદેશ કે અન્ય રાજ્યમાં ફરવા ઉપડી જાય છે જેના કારણે સુરત શહેર અડધું જેટલું ખાલી થઈ ગયું છે. પરંતુ સુરતમાં વેકેશન દરમિયાન રહેલા સુરતીઓ પણ હરવા ફરવાની જગ્યા હાઉસ ફુલ કરી રહ્યાં છે.

વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્ક ( પ્રાણી સંગ્રહાલય), એક્વેરિયમમાં એક લાખની આસપાસ . મુલાકાતે આવ્યા હતા જેના કારણે પાલિકાને 34 લાખની આવક થઈ છે.

હાલમાં પડેલા દિવાળી વેકેશનને કારણે સુરત મહાનગરપાલિકાના મનોરંજનનાં સ્થળો પર સુરતીઓએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે.

લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે. વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.

હાલમાં દિવાળી વેકેશન પડતાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે. પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવા ફરવા ના સ્થળ ઉપર પહોંચી ગયા છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલો મહાનગરપાલિકા નું પ્રાણીસંગ્રહાલય (નેચર પાર્ક) હાલ મુલાકાતીઓ થી ઉભરાઇ રહ્યા છે.

9 થી 16 નવેમ્બર દરમિયાન પાલિકાના નેચર પાર્ક માં 86971 મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. જેમાં પણ 14 નવેમ્બર ના રોજ પાલિકાના નેચર પાર્ક માં સૌથી વધુ 25081 મુલાકાતીઓ આવ્યા હતા.

આ દિવસોમાં પાલિકાને 24.71 લાખની આવક થઈ હતી. દિવાળી વેકેશન દરમિયાન  પાલ ખાતે પાલિકાના એક્વેરિયમમાં 13451 મુલાકાતીઓ આવ્યા હતા જેના કારણે પાલિકાને 11 લાખની આવક થઈ હતી. આમ દિવાળી વેકેશનના માત્ર નવ દિવસમાં જ સુરત પાલિકાના હરવા ફરવાના સ્થળે લાખ જેટલા લોકો આવતાં પાલિકાને 34 લાખ જેટલી આવક થઈ છે.

Source link

You may also like

Leave a Comment