ટેમ્પો હડફેટે મૃત્તક ડાયમંડ વ્યવસાયીના વારસોને 39 લાખ વળતર ચુકવવા હુકમ

by Aadhya
0 comment 2 minutes read

14 વર્ષ પહેલાં બાઇક પર પુત્રી સાથે જતાં શીવરાજ ભાલાવતનું ટેમ્પો હડફેટે ઈજાથી મોત થતાં મૃત્તકના વારસોએ ક્લેઈમ કેસ કર્યો હતો

Updated: Jan 16th, 2024

 

સુરત

14 વર્ષ પહેલાં બાઇક પર પુત્રી
સાથે જતાં શીવરાજ ભાલાવતનું ટેમ્પો હડફેટે ઈજાથી મોત થતાં મૃત્તકના વારસોએ ક્લેઈમ
કેસ કર્યો હતો

       

14 વર્ષ પહેલાં ટેમ્પો  હડફેટે
મૃત્તક ડાયમંડ વ્યવસાયીના વારસોની ૩૫ લાખના અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ
ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ મંજુર કરી
મૃત્તકના વારસોને વાર્ષિક
9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.39 લાખ વળતર ચુકવવા ટેમ્પો ચાલક,માલિક તથા વીમા
કંપનીને હુકમ કર્યો છે.

પરવટ
પાટીયા ખાતે રહેતા તથા ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા
52 વર્ષીય શિવરાજ
ભાઈ  શોભાલાલ ભાલાવત તા.
1-10-2009ના રોજ પોતાના મોટર સાયકલ પર પુત્રી મોનીકા સાથે સુરત-કડોદરા રોડ પર મગોબ
ગામ પાસેથી પસાર થતા હતા. જે દરમિયાન શ્યામાપ્રસાદ ગણેશપ્રસાદસિંહ (રે.જોળવા
,પ્રિયંકા ટાઉનશીપ તા.પલસાણા)ની માલિકીના ટેન્કરના ચાલક સર્વેશ
શ્રીરામલક્ષ્મણ મિશ્રા (રે.ઉમિયાનગર
,ગોડાદરા)એ બેદરકારીથી
ટેમ્પો ચલાવીને મોટર સાયકલને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેથી ગમખ્વાર
અકસ્માતમાં ગંભીર ઈજાથી શિવરાજભાઈનું નિધન થયું હતુ.

જેથી
મૃત્તકના વિધવા પત્ની પિસ્તાદેવી તથા સંતાનો મોનીકા
, મહાવીરકુમાર, શાલીનીબેન
વગેરેએ અનિલ નાયક મારફતે ટેમ્પો ચાલક
, માલિક તથા ચોલામંડલમ
જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી અકસ્માત વળતર પેટે રૃ.
35 લાખ
વસુલ અપાવવા માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન અરજદારો તરફે જણાવવામાં આવ્યું
હતુ કે
, મૃત્તકની વય 52 વર્ષની હતી.
જ્યારે ડાયમંડના વ્યવસાયમાં વાર્ષિક
4 લાખથી વધુ આવક ધરાવતા
હતા. જેથી ટ્રીબ્યુનલ કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઈને લક્ષમાં લઈને
મૃત્તકના વારસોને વાર્ષિક
9 ટકાના વ્યાજ સહિત કુલ 39 લાખ વળતર ચુકવવા ટેમ્પો ચાલક, માલિક તથા વીમા
કંપનીની સંયુક્ત તેમજ વિભક્ત જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો છે

Source link

You may also like

Leave a Comment