Updated: Oct 13th, 2023
-2018 બાદ વિયેતનામ ટુર માટે ધસારો વધ્યો છે : કરન્સી
નબળી હોવાથી ત્યાં સસ્તુ છે તે માત્ર ભ્રમ
સુરત,
હરવાફરવા
માટે સુરતીઓ અને ગુજરાતીઓ હંમેશાં નવાં નવાં વિદેશી ડેસ્ટિનેશનની મુલાકાત લેતાં
રહ્યાં છે. હાલમાં વિયેતનામ સુરતીઓ,
ખાસ કરીને ગુજરાતીઓ માટેનું પસંદગીનું સ્થળ બની ગયું છે.
ગુજરાતમાંથી દર વર્ષે બે લાખ પ્રવાસીઓ વિયેતનામ જઈ રહ્યાં છે, જેમાંથી 25 ટકા સુરતીઓ હોય છે.
દુબઈ, યુરોપ, થાઈલેન્ડ-બેંગકોક તથા પડોશમાં આવેલાં નવાં સ્થળોની અઠવાડિયા દસ દિવસની
ટુરની મઝા લેવાનું સુરતીઓ ચૂકતાં નથી. મોટાં પ્રમાણમાં પ્રવાસ આયોજનો એજન્ટો
દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે આયોજનો દિવાળી પહેલાં કે દિવાળી પછી મોટાં
પ્રમાણમાં થતાં હોય છે. પાંચેક વર્ષથી તો વિયેતનામ માટેનો ક્રેઝ ગુજરાતીઓમાં ખૂબ
વધ્યો છે, એમ સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું. વિયેતનામ
સરકારે 2018 બાદ પ્રવાસીઓને આકષત કરવા માટે નવી ટુરીઝમ
પોલિસી જાહેર કર્યા પછી, સહેલાણીઓનો ધસારો ખાસ્સો વધી ગયો
છે. વિયેતનામ માટેની ટૂર સસ્તી હોય છે, એવું જરાય નથી. બીજા
પ્રવાસ ડેસ્ટિનેશન માટે જેટલો ખર્ચ થાય છે, તેટલો જ ખર્ચ
અહીં પણ થાય છે. ફૂડ, હોટલ અને ફરવાનું સારું છે, તો સ્થાનિક રહેવાસીઓનો સ્વભાવ પણ ઘણો સારો છે.
સુરતથી દિવાળી
પહેલાં મોટી સંખ્યામાં જુદાં જુદાં ગ્પ અને સમાજના લોકો વિયેતનામ ફરવા નીકળ્યાં છે.
ફ્લાઇટ મારફત અમદાવાદથી વિયેતનામના હેનોઇનું અંતર 3થી 3-15 કલાકનું છે. વિયેતનામી ચલણ ડોંગ ભારતીય ચલણની સામે
ખૂબ જ સસ્તો છે. કોકાકોલા જેવાં ઠંડા પીણાંની કિંમત 50000 વિયેતનામી
ડોંગ થાય, ભારતીય ચલણ પ્રમાણે રુ. 40 છે,
એમ એક સૂત્રોએ જણાવ્યું હતું. આમતો, દેશમાં કોઈ
પણ ખૂણે હરવા-ફરવા જાવ તો જીજે-૦૫ કે ગુજરાતીઓ સહજ રીતે નજરે પડે તેમ હવે તો વિયેતનામમાં
પણ ગુજરાતીઓ અને ભારતીયો હાલતાં ચાલતાં મળી જાય, એ પણ એક હકીકત
છે. હેનોઇ, દનાગ, હાલોલ, હોચીની તથા ફૂકોક આઇલેન્ડ જોવાલાયક સ્થળો છે. જોકે, ક્ઝની
મઝા પ્રવાસીઓને રોમાંચિત કરે છે.