સુરત પાલિકા વિસ્તારમાં 53 દુકાનો અને ચાર કોમર્શીયલ સ્પેશ ટેન્ડર પ્રક્રિયાથી ફાળવણી કરાશે

by Aadhya
0 comment 2 minutes read

Updated: Dec 12th, 2023

– પાલિકાએ વિવિધ લોકેશન પર બનાવેલા આવાસ સાથે દુકાનો પણ બનાવી છે

– 30 ડિસેમ્બર સુધીમાં પાલિકા કચેરીથી ફોર્મ લઈને 10 જાન્યુઆરી 2024 સુધી પાલિકાને સ્પીડ પોસ્ટથી  પહોંચાડવાના રહેશે

સુરત, તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવી રહેલા આવાસ સાથે દુકાનો અને કોમર્શિયલ સ્પેશનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુરત પાલિકામાં સુરત પાલિકા વિસ્તારમાં 53 દુકાનો અને ચાર કોમર્સિયલ સ્પેશ ટેન્ડર પ્રક્રિયાથી ફાળવણી કરવા માટેની જાહેરાત થઈ છે. આ દુકાનો અને કોમર્શિયલ સ્પેશની ફાળવણી ટેન્ડર પધ્ધતિથી થવાની હોય 30 ડિસેમ્બર સુધીમાં પાલિકા કચેરીથી ફોર્મ લઈને 10 જાન્યુઆરી 2024 સુધી પાલિકાને સ્પીડ પોસ્ટથી  પહોંચાડવાના રહેશે.

સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં PMAY અંતર્ગત EWS આવાસો બનાવવાના સ્થળો ઉપર દુકાનો તથા સુરત મહાનગરપાલિકા હસ્તકની જગ્યામાં બનાવેલ દુકાનો તથા બી.આર.ટી.એસ. બસ ડેપો , ટર્મિનલમાં બનાવેલ માં આવેલ દુકાન, ઓફિસ, કોમર્શીયલ સ્પેસ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી 29 વર્ષના ભાડા પટ્ટે ફાળવણી કરવાના ટેન્ડર મેળવવા ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે. 

પાલિકાના પા ખાતે બનાવવામાં આવેલા સુમન મુદ્દામાં 18 અને સુમન સ્નેહમાં ચાર દુકાનો બનાવવામા આવી છે. આ ઉપરાંત ભીમરાડ ખાતે સુમન તાપીમાં 12 અને સુમન આરાધનામાં ચાર દુકાનો બનાવવામા આવી છે. પાલનપોર વિસ્તારના આવેલા સીટી બસ માટે બનાવવામાં આવેલા ટર્મિનલમાં ગ્રાઉન્ડ ફ્લોર એક કોમર્શિયલ સ્પેશ તથા  પહેલા માળની એક કોમર્શિયલ સ્પેશને પણ 29 વર્ષના ભાડા પટ્ટે આપવા માટે ટેન્ડર બહાર પડ્યા છે.

આવી જ રીતે રાંદેર ઝોનમાં આપેલા જહાંગીરપુરા વિસ્તારમાં સુમન વંદનમા 12 દુકાનો  સાથે પાલિકા વિસ્તારમાં કુલ 53 દુકાનો અને ચાર કોમર્શિયલ સ્પેશને ટેન્ડર પધ્ધતિથી 29 વર્ષ માટે ભાડે આપવામાં આવશે. આ માટે ટેન્ડર નોટિસ ટાઉન પ્લાનિંગ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ એફોર્ડેબલ હાઉસીંગ સેલ, તમામ ઝોન ઓફિસ તેમજ પ્રસિધ્ધ કરવામા આવી છે. આ માટેના માટેના ટેન્ડર ફોર્મ ઓફિસ સમય દરમ્યાન 30  ડિસેમ્બર  2023સુધી ટાઉન પ્લાનિંગ વિભાગ ની કચેરી, બહુમાળી બિલ્ડીંગ ની પાછળ, નાનપુરા, સુરત ખાતેથી મળશ. જે મુખ્ય હિસાબનીશ શ્રી, હિસાબી ખાતુ, સુરત મહાનગરપાલિકા, ગોરધનદાસ ચોખાવાળા માર્ગ, મુગલીસરા, સુરત. પાતે તા.10 જાન્યુઆરી 2024 નાં રોજ સાંજે6 કલાક સુધી સ્પીડ પોસ્ટથી પહોચાડવાના રહેશે.

Source link

You may also like

Leave a Comment