65
માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને ફક્ત એવા ઈ-વોલેટ્સમાંથી જ રોકાણ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે જેણે RBIના નો યોર કસ્ટમર (KYC) નોર્મ્સનું પાલન કર્યું હોય.
મ્યુચ્યુઅલ ફંડના નિયમો રોકડમાં અથવા ઈ-વોલેટ દ્વારા વર્ષમાં રૂ. 50,000 સુધીના રોકાણની મંજૂરી આપે છે.
ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2017માં ઇ-વોલેટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની મંજૂરી આપવામાં આવી હતી.