યુ.એસ.માં ડલ્લાસ ખાતેની યુનિવર્સિટી ઓફ ટેક્સાસે ભારતીય ઉદ્યોગપતિ નવીન જિંદાલને ઉદ્યોગ, રાજકારણ અને શિક્ષણના ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓ બદલ તેના ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ એવોર્ડથી સન્માનિત કર્યા છે.
યુનિવર્સિટી ઓફ ટેક્સાસના 1992 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી જિંદાલને 25 માર્ચે યોજાયેલા સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. એક મીડિયા રીલીઝ અનુસાર, નોબેલ પુરસ્કાર વિજેતા અઝીઝ શંકર પછી જિંદાલ બીજા વ્યક્તિ છે જેને ટેક્સાસ યુનિવર્સિટી તરફથી ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ એવોર્ડ મળ્યો છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે, જિંદાલ ‘સ્ટુડન્ટ ગવર્નમેન્ટ’ના ઉપ-પ્રમુખ અને પ્રમુખ હતા અને તેમને સ્ટુડન્ટ લીડર ઑફ ધ યરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 2010 માં યુનિવર્સિટીના વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
રીલીઝ અનુસાર, ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ એવોર્ડ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ દ્વારા તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડ એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સન્માન કરે છે કે જેમણે સમાજની સુધારણામાં અસાધારણ યોગદાન આપ્યું છે, યુનિવર્સિટીના પરિવર્તનમાં ભૂમિકા ભજવી છે અને અન્ય લોકોને પ્રેરણા આપી છે.