સ્થાનિક ઈક્વિટી બજારોમાં નકારાત્મક વલણ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે સોમવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 25 પૈસા ઘટીને 82.46 થઈ ગયો હતો.
બુધવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 82.44 પર નબળો ખુલ્યો હતો. પછી તે પાછલા બંધ ભાવ સામે 25નો ઘટાડો નોંધાવીને 82.46 પર આવી ગયો. શુક્રવારે અમેરિકી ડોલર સામે રૂપિયો 82.21 ના સ્તર પર બંધ થયો હતો.
દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.48 ટકા વધીને 102.99 પર પહોંચ્યો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 5.50 ટકા વધીને બેરલ દીઠ $84.28 હતું.
શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 357.86 કરોડના શેરની ખરીદી કરી હતી.