ટાટા સ્ટીલે પડકારજનક વાતાવરણ હોવા છતાં છેલ્લા નાણાકીય વર્ષમાં રેકોર્ડ ઓપરેટિંગ પ્રદર્શન કર્યું હતું. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર ટી વી નરેન્દ્રને આ વાત કહી. કંપનીએ 2022-23માં 198.7 લાખ ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું જે 2021-22માં 190.6 લાખ ટન હતું.
આ સમયગાળા દરમિયાન, ટાટા સ્ટીલનું વેચાણ વાર્ષિક ધોરણે વધીને 18.87 મિલિયન ટન થયું, જે અગાઉના વર્ષમાં 18.27 મિલિયન ટન હતું. નરેન્દ્રને ગુરુવારે નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટાટા સ્ટીલે પડકારજનક વાતાવરણ છતાં નાણાકીય વર્ષ 2022-23માં રેકોર્ડ ઓપરેટિંગ કામગીરી હાંસલ કરી છે.”
“અમારા મજબૂત માર્કેટિંગ નેટવર્ક અને નવીન બિઝનેસ મોડેલે અમને તમામ સેગમેન્ટમાં વૃદ્ધિ નોંધાવવા સક્ષમ બનાવ્યા છે. ટાટા સ્ટીલનું ઉત્પાદન ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન વધીને 5.15 મિલિયન ટન થયું હતું જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 4.9 મિલિયન ટન હતું.