ટેલિકોમ ઓપરેટર્સની સંસ્થા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (COAI)એ જણાવ્યું કે 5G સર્વિસ શરૂ કરનારી ટેલિકોમ કંપનીઓ સેવાની ગુણવત્તા પર ધ્યાન આપી રહી છે.
COAIએ કહ્યું કે દેશભરમાં 5G નેટવર્ક ઉપલબ્ધ થયા પછી જ શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં આ પાંચમી પેઢીની સેવાનો અવિરત લાભ લઈ શકાશે.
COAIના મહાનિર્દેશક એસપી કોચરે કહ્યું, “ભારતમાં 5G સેવાની રજૂઆતની ગતિ વિશ્વમાં સૌથી ઝડપી છે.” કોચરે કહ્યું, ‘5જી સેવા તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી રહી છે. પહેલા તે શહેરી વિસ્તારોમાં શરૂ થઈ રહી છે અને પછી તે ગ્રામીણ વિસ્તારોમાં પહોંચશે. 5G સેવાનો સંપૂર્ણ લાભ મળવામાં થોડો સમય લાગશે.
જે વિસ્તારોમાં 5G સેવાઓ શરૂ થઈ છે ત્યાં વૈજ્ઞાનિક ધોરણો પર અલ્ટ્રા હાઈ-સ્પીડ નેટવર્ક આપવામાં આવી રહ્યું છે.