રિલાયન્સ રિટેલ, જિંદાલ પાવર લિમિટેડ અને અદાણી ગ્રૂપ સહિત 49 જેટલી કંપનીઓએ ફ્યુચર રિટેલની અસ્કયામતો ખરીદવામાં રસ દર્શાવતા એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EOI) સબમિટ કર્યા છે.
ઋણમાં ડૂબેલી ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) હાલમાં નાદારી ઉકેલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ એ RILની રિટેલ કામગીરી માટે હોલ્ડિંગ કંપની છે. બીજી તરફ એપ્રિલ મૂન રિટેલ પ્રાઈવેટ લિમિટેડ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને ફ્લેમિંગો ગ્રુપ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ બંને કંપનીઓએ તેમના EOI સબમિટ કર્યા છે.
ફ્યુચર રિટેલને ધિરાણકર્તાઓએ FRLની અસ્કયામતોને તબક્કામાં વિભાજિત કર્યા પછી નવી બિડ આમંત્રિત કરવાનું નક્કી કર્યું છે.
FRL ના રિઝોલ્યુશન પ્રોફેશનલે માહિતી આપી હતી કે 49 રસ ધરાવતા સહભાગીઓને ‘બીજા વિકલ્પ હેઠળ આવા કોઈપણ/તમામ જૂથો માટે રિઝોલ્યુશન પ્લાન’ સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે.
એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) સબમિટ કરેલી કેટલીક અન્ય કંપનીઓમાં સેન્ચ્યુરી કોપર કોર્પ, ગ્રીનટેક વર્લ્ડવાઈડ, હર્ષવર્ધન રેડ્ડી, જેસી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ, પિનેકલ એર પ્રાઈવેટ લિમિટેડ, યુનિવર્સલ એસોસિએટ્સ અને ડબ્લ્યુએચએસમિથ ટ્રાવેલ લિમિટેડનો સમાવેશ થાય છે.