વિદેશમાં અમેરિકન ચલણમાં નબળાઈને કારણે સોમવારે ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં યુએસ ડોલર સામે રૂપિયો 5 પૈસા સુધરીને 81.97 (કામચલાઉ) પર બંધ થયો હતો.
ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 81.90 પર ખુલ્યો હતો. રૂપિયો દિવસના અંતે ડોલર દીઠ 81.97 (કામચલાઉ) પર હતો, જે તેના અગાઉના બંધની તુલનામાં 5 પૈસા વધુ હતો.
દિવસ દરમિયાન રૂપિયો 81.78ની ઊંચી અને 81.98ની નીચી વચ્ચે ટ્રેડ થયો હતો. પાછલા ટ્રેડિંગ સેશનમાં ગુરુવારે રૂપિયો પ્રતિ ડૉલર 82.02 ના સ્તર પર બંધ થયો હતો. ‘ગુડ ફ્રાઈડે’ના કારણે 7 એપ્રિલે વિદેશી વિનિમય બજાર બંધ હતું.
દરમિયાન, વિશ્વની મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.02 ટકા ઘટીને 102.06 થયો હતો. બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 13.54 પોઈન્ટના વધારા સાથે 59,846.51 પોઈન્ટ પર બંધ થયા છે.
ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.05 ટકા વધીને બેરલ દીઠ $85.16 થયો હતો. રોકાણકારો હવે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI), ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) મીટિંગ મિનિટ્સ, છૂટક વેચાણ અને ઔદ્યોગિક ઉત્પાદન ડેટા પર નજર રાખે છે.
શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા અને અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 475.81 કરોડના શેર ખરીદ્યા હતા.