75
ટાટા મોટર્સે શુક્રવારે જણાવ્યું હતું કે તે ખર્ચ વધારાના બોજને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે 1 મેથી તેના પેસેન્જર વાહનોના ભાવમાં વધારો કરશે.
ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિવિધ મોડલ્સ અને વેરિઅન્ટ્સ માટે કિંમતમાં વધારો થશે. કિંમતમાં સરેરાશ 0.6 ટકાનો વધારો થશે. અગાઉ, કંપનીએ ફેબ્રુઆરીમાં પણ પેસેન્જર વાહનોના ભાવમાં વધારો કર્યો હતો.
કંપનીએ જણાવ્યું હતું કે, “નિયમનકારી ફેરફારો અને કુલ બાંધકામ ખર્ચમાં વધારાને કારણે ખર્ચમાં વધારાનો મોટાભાગનો બોજ કંપનીએ ઉઠાવ્યો છે, પરંતુ આ વધારા દ્વારા ગ્રાહકો પર કેટલોક બોજ નાખવો પડશે.”
કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પેસેન્જર વાહનોના ભાવમાં સરેરાશ 1.2 ટકાનો વધારો કર્યો હતો.