આવકવેરા વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે 26 જૂન સુધી એક કરોડથી વધુ આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવામાં આવ્યા છે અને આ આંકડો ગયા વર્ષની સરખામણીએ ઘણો વધારે છે.
પગારદાર કરદાતાઓ અને કરદાતાઓ માટે કે જેમને તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી, નાણાકીય વર્ષ 2022-23માં કમાયેલી આવક માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે.
આવકવેરા વિભાગે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે 12 દિવસ વહેલા એક કરોડ ITR ફાઇલ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો.
“આ વર્ષે, 26 જૂન સુધી એક કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે 8 જુલાઈ સુધી એક કરોડ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા,” વિભાગે જણાવ્યું હતું.
વિભાગે કરદાતાઓને તેમની આઈટીઆર વહેલી ફાઈલ કરવા વિનંતી કરી છે, જેથી છેલ્લી ઘડીની ભીડ ટાળી શકાય.