Updated: Sep 19th, 2023
– જુદા-જુદા નામે આઇડી બનાવી બિભત્સ ફોટો અને વિડીયો મેસેજ કર્યાઃ ખંડેરાવપુરાના યુવકની કરતૂત હોવાની શંકા
સુરત
શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી બ્યુટીશીયનના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી પરિચીતોને બિભત્સ ફોટો અને વિડીયો મોકલાવી બદનામ કરવાનો પ્રયાસ કરનાર અજાણ્યા વિરૂધ્ધ ફરીયાદ નોંધાય છે.
નાનપુરા વિસ્તારની બ્યુટીશીયન નગ્મા (ઉ.વ. 33 નામ બદલ્યું છે) પતિનું વર્ષ 2021 માં અવસાન થયા બાદ ત્રણ પુત્ર સાથે માતા-પિતાના ઘરે રહે છે. નગ્માએ દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર આઇડી બનાવ્યું હતું. જેણી ઉપર નઝેમા પઠાણ નામના આઇડી પરથી રીકવેસ્ટ આવી હતી પરંતુ નગ્માએ તે આઇડી બ્લોક કરી દઇ પોતાનું આઇડી બંધ કરી ઓગસ્ટ 2022 માં નવું આઇડી બનાવ્યું હતું. દરમિયાનમાં અજાણ્યાએ નગ્માના નામે ફેક આઇડી બનાવી નગામાને બિભત્સ મેસેજ કરતો હોવાથી તે આઇડી પણ બ્લોક કરી દીધું હતું.
પરંતુ ભેજાબાજે નગ્માના નામે બીજુ ફેક આઇડી બનાવી કૌટુંબિક ભાભીને બિભત્સ મેસેજ કર્યા હતા. આ ઉપરાંત ત્રણથી ચાર નામે ફેક આઇડી બનાવી બિભત્સ મેસેજ કરવા ઉપરાંત કર્યા હતા. જે પૈકી એક આઇડીમાં નગ્માએ પોતાના આઇડીમાં ડીપીમાં પતિનો જે ફોટો મુકયો હતો તે ફોટો હતો અને અન્ય લોકોને બિભત્સ મેસેજ અને વિડીયો મોકલાવ્યા હતા. જે પૈકી એક વિડીયોમાં ખંડેરાવપુરા વિસ્તારમાં રહેતા ફૈઝલ શેખ નામનું નોટિફીકેશન હતું. જેથી નગ્માએ આ અંગે અઠવાલાઇન્સમાં ફરીયાદ નોંધાવી હતી.