-સ્ટોક
ખાલી કરવા ભાવ તોડયા, છેલ્લે છેલ્લે રૃા.1200ની મૂર્તિ રૃા.10માં રૃા.5000ની મૂર્તિ રૃા.1000માં
વેચી
સુરત,
સુરતીઓ
ગણેશોત્સવ પાછળ મન મૂકીને ખર્ચાઓ કરે છે. તેથી, ગત વર્ષના અનુભવ બાદ બમણી
સંખ્યામાં મૂતઓ લાવનારા સેંકડો વિક્રેતાઓ માટે આ વર્ષે જોકે, વરસાદ નડી ગયો. અંદાજે 20 ટકા જેટલી મૂતઓ વેચાયા વગરની પડી રહી. આખરી દિવસમાં
પડેલાં વરસાદને કારણે ભાવિકો ખરીદી માટે બહાર નીકળવાનું ટાળ્યું.
શહેરના
ખૂણે-ખૂણે ગલી-મહોલ્લાઓમાં ગણેશજીની પધરામણી થઈ ગઈ છે. આજે આખો દિવસ દરમિયાન ભાવિક
ભક્તો શ્રીજીની પ્રતિમાઓની પધરામણી માટે મૂત વિક્રેતાઓ પાસે મોટી સંખ્યામાં ઉંમટી
પડયાં હતાં. વરસાદ પણ ચાલું રહ્યો હતો. તેમછતાં, શ્રધ્ધાળુઓ-ભક્તો ઉમંગભેર વાહનો સાથે
જોડાયાં હતાં.
વિવિધ
વિસ્તારમાં ફૂટપાથો અને ખુલ્લી જગ્યાઓમાં વિક્રેતાઓને ત્યાં સવારથી શ્રદ્ધાળુ અને
ભક્તોની આવન-જાવન શરૃ થઈ ગઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી
માટે ભારે જુવાળ હોવાથી, મોટી સંખ્યામાં મૂતઓ મંગાવવામાં આવી હતી. પરંતુ દિવસ દરમિયાન વરસાદ અવારનવાર
ચાલુ રહેતાં, લોકોની હાજરીને અસર થઈ હતી.
વિભિન્ન
વિસ્તારમાં મૂત વિક્રેતાઓ પાસે 10થી લઈને 25 ટકા જેટલી સંખ્યામાં મૂતઓ વેચાયા
વગરની પડી રહી છે. સાંજ સુધી ગ્રાહકો આવશે. તેમછતાં સંખ્યાબંધ વિક્રેતાઓ પાસે
મૂતનો સ્ટોક ખાલી થઈ શક્યો નથી,
એમ એક વિક્રેતાએ વાતચીતમાં જણાવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ
આવશે એવી અપેક્ષા હતી. જોકે સાંજ સુધી ખરીદી માટે લોકો આવશે એવી અપેક્ષા છે.
ગયા
વર્ષે મૂતઓ ખૂટી પડી હતી એટલે આ વખતે વિક્રેતાઓએ બમણો સ્ટોક કર્યો હતો. વળી, આ વર્ષે વેચનારાઓની
સંખ્યા પણ ખુબ વધી ગઈ હતી. ગયા વર્ષે ખૂબ જ માંગ હોવાને કારણે થોડું ઘણું રોકાણ
કરીને કમાઈ લેવાના ઇરાદે નવાં નવાં સાહસિકોએ આ વખતે ધંધામાં ઝંપલાવ્યું હતું. વળી,
મૂતઓ વેચવા માટે વડોદરા અને અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો આવ્યાં
હતાં.
મૂત
ખરીદી માટે મોટી સંખ્યામાં ગ્રાહકો આવશે એવી ગણતરી રાખીને મોટો સ્ટોક કરનારા
વિક્રેતાઓ પાસે ઓછે વરતે અંશે મૂતઓ વેચાયા વગરની પડી છે. જોકે ઘણાંને નુકસાન પણ
ગયું છે. એક વિક્રેતાએ જણાવ્યું કે આજના દિવસે રુ.1200ની કિંમતની મૂત રુ.100માં
અને રુ. 5000ની રુ.1000 પણ વેચવામાં આવી છે. મૂતનો સ્ટોક ખાલી થાય તે માટે
સંખ્યાબંધ વિક્રેતાઓએ આજે ભાવ તોડીને વેચાણ કર્યું હતું.
રિંગ રોડ સિવિલ ચાર રસ્તા બ્રીજની નીચે, બમરોલી રોડ તથા વરાછા કાપોદ્રા ફ્લાય નજીક મૂર્તિઓનો સ્ટોક છે
શહેરના જુદાં જુદાં વિસ્તારમાં ઓછે વરતે અંશે વેચાયા વિનાની મૂતઓનો સ્ટોક પડયો
છે. આનંદ મહેલ રોડ, અડાજણ, રીંગ રોડ
સિવિલ ચાર રસ્તા, બમરોલી રોડ, ઉધના
જીવન જ્યોત, ઉધના રોડ વરાછા કાપોદ્રા સહિત અન્ય વિસ્તારોમાં
રોડ સાઈડ પ્રતિમાઓ સહજ રીતે દેખાઈ આવે છે.
મૂર્તિઓનો સ્ટોક રાખી શકાય તેમ નથી અને પરત લઇ જવાનું ભાડું
પરવડે તેમ નથી
સંખ્યાબંધ વિક્રેતાઓ પાસે સેંકડો મૂતઓ વેચાયા વગરની પડી છે. નહીં વેચાતી મૂતઓનો
સ્ટોક થઈ શકે એમ નથી કારણકે કોઈની પાસે એટલી જગ્યા નથી અને પરત લઈ જઈ શકાય એમ પણ નથી.
કેમકે ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પરવડી શકે એમ નથી. મૂતઓ વેચવા બહારગામથી આવેલાં કફોડી
સ્થિતિમાં મૂકાયાં છે.