સુરત પાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષ તરીકે કોની લોટરી લાગશે તે અંગે અનેક અટકળો, કોર્પોરેટરોને બે વાગ્યે હાજર રહેવા સુચના

by Aadhya
0 comment 2 minutes read

Updated: Sep 22nd, 2023


– પાલિકાની સામાન્ય સભા પહેલાં કોર્પોરેટરોની બેચેની વધી રહી છે

– વિવિધ કમિટિના અધ્યક્ષની વરણી માટે સામાન્ય સભા ચાર વાગ્યાની છે કોર્પોરેટરોને બે વાગ્યે હાજર થવા સુચના

સુરત,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર 

સુરત મહાનગર પાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષોની આજે સાંજે સામાન્ય સભામાં વરણી થાય તે પહેલાં કોર્પોરેટરોની ઉત્કંઠા સાથે ઉત્તેજના પણ વધી રહી છે. મેન્ડેટના બંધ કવરમાં કોનું નામ ખુલશે તે અંગે અનેક અટકળો થઈ રહી છે. તો બીજી તરફ પદાધિકારીઓની રેસમાં બાકાત રહી ગયેલા કોર્પોરેટરો ચેરમેન પદ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ચાર વાગ્યે પાલિકાની સામાન્ય સભા છે પરંતુ બે વાગ્યે જ કોર્પોરેટરોને પાલિકા કચેરી હાજર રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે. 

સુરત પાલિકાના પદાધિકારીઓની નિમણુંકમાં જે રીતે નો-રિપીટેશન ફોમ્યુલા આવી છે તેના કારણે વિવિધ સમિતિના અધ્યક્ષની વરણી માં પણ નો રીપીટેશન થાય તેવું કહેવાય રહ્યું છે. પદાધિકારીઓના નામની જાહેરાત પહેલાં અનેક નામો ચર્ચામાં હતા તે નામોની પસંદગી થઈ ન હતી અને જે નામો કોઈ પણ ચર્ચામાં ન હતા તેવાને પદાધિકારી બનાવી દેવાયા છે. 

પદાધિકારીઓની નિમણુંકમાં આ પેર્ટન જોઈને ગત ટર્મમાં વિવિધ સમિતિ અને પદાધિકારીઓની નિમણુંકમાં બાકી રહી ગયેલા કોર્પોરેટરો ભારે ઉત્સાહમાં આવી ગયાં છે. ગત ટર્મમાં વિવિધ સમિતિઓના 12 અધ્યક્ષ, સ્થાયી સમિતિના 12 સભ્યો અને ચાર પદાધિકારી મળીને 28 સભ્યોની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ બાકી 65 કોર્પોરેટરો રહેતા હતા. સ્થાયી સમિતિ સહિત પાંચ પદાધિકારીઓની નિમણુંક અને 11 સભ્યો મળી નવા 16 ને હોદ્દો આપવામાં આવ્યો છે. જેના કારણે હવે બાકી રહેતા 49 કોર્પોરેટરોમાંથી વિવિધ સમિતિઓના 12  અધ્યક્ષ અને 12 ઉપાધ્યક્ષ બનાવાશે. જેના કારણે ભાજપના ચૂંટાયેલા 25 સભ્યો એવા હશે જેઓને અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બનાવવામાં આવે. આવા કેટલાક સભ્યોને મહત્વની કમિટિમાં મુકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. 

તો બીજી તરફ આપમાંથી ભાજપમાં આવેલા 12 કોર્પરેટરો પણ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની રેસમાં છે તેઓને ભાજપ સ્થાન આપે છે કે નહીં તે અંગે પણ અનેક અટકળો ચાલી રહી છે.

Source link

You may also like

Leave a Comment