Updated: Sep 21st, 2023
સુરત
માર્ચ
પહેલાં યુઆઇડી નંબર લઈ લીધો હોય પણ જોઈન્ટ ઇન્સ્પેક્શન ટીમની વિઝીટ બાકી હોય તેવાં
પેન્ડિંગ કેસોના નિકાલ માટે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલે આઈ-ટફ પોર્ટલમાં રિક્વેસ્ટ
કરી દેવાનું ઉદ્યોગકારોને જણાવ્યું છે. 19 ડિસેમ્બર પહેલાં રિક્વેસ્ટ આપી દેવાની
રહેશે.
ટેક્સટાઇલ
મંત્રાલયે પેન્ડિંગ કેસોનો નિકાલ શરૃ કર્યો
કેન્દ્ર
સરકારે નવી ટફની સ્કીમ બંધ કરી દીધી છે. પરંતુ જૂની સ્કીમમાં ઇન્સ્પેક્શન બાકી હોય
તેવાં ઉદ્યોગકારોની અરજીઓના ઝડપથી નિકાલ માટે આઈ-ટફ પોર્ટલ ફરીથી શરૃ થઈ ગઈ છે.
સોફ્ટવેર અપગ્રેડેશનને કારણે થોડા સમય પહેલા પોર્ટલ બંધ હતું. પરંતુ શરૃ થતાં
ઉદ્યોગકારોએ તેનો લાભ લેવાનું શરૃ કરી દીધું છે.
જૂની
સ્કીમમાં ૩૦૦થી વધુ સુરતના ઉદ્યોગકારોએ સ્કીમનો લાભ લીધો છે, એમાંથી ૩૦-૩૫
ઉદ્યોગકારોની ફાઈલો ડોક્યુમેન્ટ અને અન્ય કારણોસર અધિકારીઓની વિઝીટ થઈ શકવાને
કારણે પેન્ડિંગ રહી હતી, એમ સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું
હતું. છેલ્લા ૧૦-૧૫ દિવસથી જોઈન્ટ ઇન્ફેક્શન ટીમની કામગીરી શરૃ થઈ ગઈ છે અને
પેન્ડિંગ ફાઈલોનો નિકાલ થઈ રહ્યો છે.
સુરત ઉપરાંત
અન્ય વિસ્તારના ઉદ્યોગકારોની પેન્ડિંગ ફાઇલોના નિકાલ માટે જેઆઇટી રિક્વેસ્ટ બાકી હોય
તેમને પોર્ટલ પર જઈને સબમિટ કરવાનું જણાવવામાં આવ્યું છે. હવે પછી કોઈ નવી છૂટછાટ મળવાની
નથી, તેથી હાલમાં
આપવામાં આવેલી તકનો લાભ લેવા માટે ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું છે. તા.૧૯ ડિસેમ્બર
૨૦૨૩ની અંદર જેઆઇટી માટેની રિક્વેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.