10 લાખની લાંચના કેસમાં ઉત્રાણના PSI ચોસલાના વેચટીયાના બે દિવસના રિમાન્ડ

by Aadhya
0 comment 3 minutes read

એસીબી પોલીસે પોસઈ ચોસલા વતી લાંચના નાણાં સ્વીકારનાર આરોપી પિયુષ રોયના સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યો હતો

Updated: Sep 25th, 2023

 


સુરત

એસીબી પોલીસે પોસઈ ચોસલા વતી લાંચના
નાણાં સ્વીકારનાર આરોપી પિયુષ રોયના સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ
કર્યો હતો

     

ઉત્રાણ
પોલીસમાં જાણવા જોગ થયેલી અરજીના કામે આરોપી વિરુધ્ધ અન્ય ગુના દાખલ ન કરવાનું જણાવીને
10 લાખની
લાંચ માંગવાના કેસમાં પોસઈ ચોસલા વતી લાંચના નાણાં સ્વીકારનાર વચેટીયા આરોપી પિયુષ
રોયના સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતાં કોર્ટે આરોપીને બે
દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

સુરતના ફરિયાદીના
મિત્ર વિરુધ્ધ ઉત્રાણ પોલીસમાં થયેલી જાણવા જોગ ફરિયાદના કામે ફરિયાદીનું વેરીફિકેશન
લઈને આઈફોન જમા કરીને ફરિયાદી પાસે અન્ય ગુના દાખલ ન કરવા પેટે પોસઈ ડી.કે.ચોસલાએ રૃ.
10 લાખની ગેરકાયદે લાંચ માંગી
હતી.જે અંગે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરતાં  કામરેજ ટોલનાકા પાસે ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં
ઉત્રાણ પોસઈ દિલીપ ચોસલા વતી લાંચના નાણાં લેવા આવેલા વચેટીયા આરોપી પિયુષ બાલાભાઈ
રોય(રે.તુલશી રેસીડેન્સી
,મોટા વરાછા) આબાદ સપડાઈ ગયો હતો.જ્યારે
સ્થળ પરથી અન્ય શખ્શ નિલેશ ભરવાડને લાંચના છટકાની ગંધ આવતાં સ્થળ પરથી નાસી ગયો હતો.


કેસમાં અમદાવાદ એસીબી ફિલ્ડ-
3 (ઈન્ટે) વીગના  પીઆઈ ડી.બી.મહેતાએ
આરોપી પિયુષ રોયની લાંચ કેસમાં ધરપકડ કરી આજે સાત દિવસના રિમાન્ડની માંગ સાથે
કોર્ટમાં રજુ કર્યો હતો.જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે એપીપી ઉમેશ પાટીલે
જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી નિલેશ ભરવાડ નામના શખ્શ એકેસેસ ટુ વ્હીલર મુકીને
નાસી ગયા છે.જે કચેરીના અન્ય અધિકારી કર્મચારી વતી પૈસાની લેવડદેવડ કરે છે કે કેમ
તેની તપાસ કરવાની છે.આરોપી નિલેશની ગુનામાં ભુમિકા તપાસવા તથા શોધખોળની જરૃર
છે.આરોપી ચોસલા સુરત શહેર ખાતે ફરજ બજાવતા હોઈ વચેટીયા તરીકે રાખી લાંચની રકમ
અન્ય  લોકો પાસેથી લીધી છે કેમ
,લાંચના છટકા અગાઉ અને બાદ હેતુલક્ષી વાતચીતના સંવાદોની અંગે સ્પષ્ટ ખુલાશો
કરવાની જરૃર છે.આરોપીની સીડીઆર મેળવી મોબઈલ ફોન નંબર સાથે વેરીફાઈ કરવા તથા કાર્ડ
કોના નામે છે
?આરોપી ચોસલા તથા નિલેશ નાસતા ફરતા હોઈ આશ્રય સ્થાનો
જાણવા તથા લાંચની રકમમાંથી અન્ય કોઈ અધિકારી કર્મચારીનો ભાગ છે  કે કેમ તેની તપાસ કરવાની છે.જેને કોર્ટે માન્ય
રાખી આરોપી પિયુષ રોયને બે દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

Source link

You may also like

Leave a Comment