શહેરમાં જૂના અને જર્જરિત મકાનો ધરાશાયી યથાવત

by Aadhya
0 comment 2 minutes read

Updated: Sep 26th, 2023

રામપુરમાં વર્ષો જુના મકાનનો છતનો ભાગ પડતા અફડાતફડી મચી

ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટેલરિંગનું કામ કરતો ટેલર જીવ બચાવી બહાર નીકળ્યો

સુરત, તા. 26 સપ્ટેમ્બર 2023 મંગળવાર

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ અને જુના અને જર્જરિત સહિત મકાનો કે બિલ્ડિંગમાં સ્લેબ, છતના, ગેલેરીના ભાગો ધરાશાયી થવાનું યથાવત રહેવા પામ્યું છે. જોકે બે દિવસ અગાઉ ગલેમંડી કડિયા શેરીમાં જૂનું મકાન પડી જતા વૃદ્ધનું મોત થયા બાદ આજે મંગળવારે સવારે રામપુરા વિસ્તારમાં એક જુના મકાનનો છતનો ભાગ ધરાશાઈ થતા સ્થળ ઉપર હાજર લોકોમાં નાશભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટેલરિંગનું કામ કરતો ટેલર જીવ બચાવીને બહાર નીકળી ગયો હતો.

ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રામપુરા ખાતે પસ્તાગીયા શેરીમાં એક માળનું વર્ષો જૂનું મકાન આવેલું હતું. જોકે આ મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રામપુરા ખાતે રહેતા નરેશભાઈ પ્રજાપતિ ટેલરિંગનું કામ કરે છે. 

આજે મંગળવારે સવારે ત્યાં કામ કરવામાં વ્યસ્ત હતા તે સમયે અચાનક પહેલા માળનો છતનો ભાગ પડવા લાગ્યો હતો જેથી તે તરત ઘરની બહાર ઉડી ગયા અને આજુબાજુમાં રહેતા રહીશો ગભરાઈ જતા ત્યાં હાજર વ્યક્તિઓમાં નાશભાગ થઈ જવા પામી હતી. કોલ મળતા ઘાંચીશેરી ફાયર સ્ટેશનના લાશ્કરોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કામગીરી હાથ ધરી હતી.

જ્યારે આ મકાન 60 વર્ષ જૂનું મકાન જર્જરિત થઇ ગયું હતુ. મકાનના છતનો ભાગ પડતા પાલિકાના અધિકારીને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં કોઈ ઈજા જાનહાની થઈ નહીં હોવાનું ફાયર ઓફિસર મહેશ પટેલ જણાવ્યું હતું.

Source link

You may also like

Leave a Comment