સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષોની વિધિવત વરણી : નવા નિમાયેલા અધ્યક્ષોને શુભેચ્છા આપવા શુભેચ્છકોનો મેળો જામ્યો

by Aadhya
0 comment 3 minutes read

Updated: Sep 26th, 2023


– શુક્રવારની સામાન્ય સભામાં નામો જાહેર થઈ ગયા હતા, આજે કમિટીની બેઠક મળી જેમાં સત્તાવાર નિમણૂક કરવામાં આવી

સુરત,તા.26 સપ્ટેમ્બર 2023,મંગળવાર

સુરત મહાનગરપાલિકાની આજે મળેલી વિવિધ સમિતિની બેઠકમાં સત્તાવાર રીતે અધ્યક્ષ ઉપાધ્યક્ષોએ ચાર્જ સંભાળ્યો છે. નવા નીમાયેલા અધ્યક્ષોને શુભેચ્છા આપવા માટે શુભેચ્છકોનો મેળો જામ્યો હોય તેવો માહોલ થયો હતો. 

સુરત મહાનગરપાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સાથે સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે આજે સવારે 10:30 વાગ્યાથી તબક્કા વાર વિવિધ સમિતિઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં કાર્યકારી અધ્યક્ષની નિમણૂક થયા બાદ કાર્યકારી અધ્યક્ષ છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામની દરખાસ્ત રજૂ કરી હતી.  અન્ય સભ્યોએ આદરખાસને ટેકો આપ્યો હતો અને સર્વાનુમતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ સમિતિની કચેરીમાં જઈને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોએ સત્તાવાર રીતે હોદ્દો ગ્રહણ કર્યો હતો. 

વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ છે તેની જાણ શુક્રવારે સામાન્ય સભા બાદ થઈ ગઈ હતી. જેને કારણે આજે મહાનગરપાલિકાની કચેરીમાં નવા નિમાયેલા અધ્યક્ષોને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં શુભેચ્છકો પહોંચી ગયા હતા જેના કારણે કાર્યકરોનો મેળો જામ્યો હોય તેવો માહોલ થઈ ગયો હતો.


પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ પ્રમાણે છે

  • આરોગ્ય સમિતિ અધ્યક્ષ :  નેન્સી શાહ 
  • ઉપાધ્યક્ષ : દીપેશ પટેલ
  • જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ : ભાઈદાસ પાટીલ
  • ઉપાધ્યક્ષ : કેતન મહેતા 
  • પાણી સમિતિ અધ્યક્ષ : હિમાંશુ રાવલજી
  • ઉપાધ્યક્ષ : કુણાલ સેલર
  • ટાઉન પ્લાનિંગ સમિતિ અધ્યક્ષ : નાગર પટેલ
  •  ઉપાધ્યક્ષ : ઉષા પટેલ 
  • સમાજ કલ્યાણ, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ : સોનલ દેસાઈ
  • ઉપાધ્યક્ષ : રૂતા ખેની
  •  ગટર સમિતિ અધ્યક્ષ :  કેયુર ચપટવાલા
  • ઉપાધ્યક્ષ : સુધા પાંડે
  • કાયદા સમિતિ અધ્યક્ષ : નરેશ રાણા
  •  ઉપાધ્યક્ષ :  ભાવના સોલંકી
  •  હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ : મનીષા આહીર 
  • ઉપાધ્યક્ષ :  કૈલાશ સોલંકી
  • ગાર્ડન સમિતિ અધ્યક્ષ : ગીતા સોલંકી
  • ઉપાધ્યક્ષ : રાજેશ્રી મેસુરીયા
  • લાઈટ એન્ડ ફાયર સમિતિ અધ્યક્ષ :  ચિરાગ સોલંકી
  • ઉપાધ્યક્ષ :  નરેન્દ્ર પાંડવ
  • સ્લમ અપગ્રેડેશન સમિતિ અધ્યક્ષ  : વિજય ચોમલ
  • ઉપાધ્યક્ષ : બનશું યાદવ
  • ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ : સોમનાથ મરાઠે
  • ઉપાધ્યક્ષ : નિલેશ પટેલ

Source link

You may also like

Leave a Comment