Updated: Sep 28th, 2023
– આ પહેલાં કૃત્રિમ તળાવમાં 8876 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું
– કૃત્રિમ તળાવમાં આ વર્ષે નાની પ્રતિમા પણ મોટી સંખ્યામાં આવી, લોકો બાઈક, કાર કે માથા પર પ્રતિમા લઈને આવ્યા
સુરત,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
સુરતમાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયેલા ગણેશ ઉત્સવમાં આજે ગણેશ વિસર્જન પણ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. પાલકિાએ પાંચ ફુટ સુધીની શ્રીજીની પ્રતિમા વિસર્જન માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં 20 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. પાલિકાએ બનાવેલા 20 કૃત્રિમ તળાવમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 29240 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ તળાવમાં આ વર્ષે નાની પ્રતિમા પણ મોટી સંખ્યામાં આવી હતી જેના કારણે વિસર્જન પ્રક્રિયા ઝડપી બની હતી. કૃત્રિમ તળાવ સુધી લોકો બાઈક, કાર કે માથા પર પ્રતિમા લઈને આવ્યા હતા અને પૂજા વિધિ બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ તળાવમાં 8876 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 29240 પ્રતિમાનું વિસર્જન કરવામા આવ્યું છે અને હજી પણ વિસર્જન પ્રક્રિયા ચાલી રહીછે.
પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં પ્રતિકાત્મક વિસર્જન બાદ આ પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં ફરી પાલિકા દ્વારા વિસર્જન કરવામાં આવશે.