સુરત કલેકટર કચેરીમાં વિડીયો કોન્ફરન્સથી ઓનલાઇન સુનાવણી શરૃ
Updated: Oct 5th, 2023
– રાજય
સરકારે પાયલોટ પ્રોજેકટ તરીકે સુરતની પસંદગી કરી છે, બોર્ડ રૃમમાં નવ કેસની સુનાવણી થઇ
સુરત
રાજય
સરકારે ફકતને ફકત સુરતમાં પાયલોટ પ્રોજેકટ શરૃ કરીને જમીનને લગતા જે કેસો સ્પેશીયલ
સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ ( એસ.એસ.આર.ડી ) માં ચાલે છે. તે કેસો માટે હવે
વકીલો કે પક્ષકારોએ અમદાવાદ સુધી ધક્કા ખાવા પડશે નહીં. સુરતમાં જ જિલ્લા કલેકટરના
બોર્ડ રૃમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન શરૃ થતા આજે નવ કેસોની સુનાવણી
હાથ ધરાઇ હતી.
સુરત શહેરમાં
જમીનને લઇને ચાલતો કેસોમાં મામલતદારથી લઇને છેક જિલ્લા કલેકટર સુધી ફાઇલો ચાલ્યા બાદ નામંજુર કરાઇ તો ઉપલી કોર્ટ તરીકે એસ.એસ.આર.ડીમાં
કેસો દાખલ કરવા પડે છે. સુરતમાં એસ.એસ.આર.ડીના કેસો ચાલતા નહીં હોવાથી અરજીથી લઇને
સુનાવણી સુધી છેક ગાંધીનગર સુધી વકીલો અને અરજદારોએ દોડવુ પડે છે. આ કેસોને લઇને આજે
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના જણાવ્યા મુજબ ગાંધીનગર મહેસુલ વિભાગની બેઠક દરમ્યાન મંતવ્યો
મંગાવાતા એસ.એસ.આર.ડીના કેસો સુરતમાં ચલાવવામાં આવે તો વકીલો અને અરજદારોના ખર્ચામાં
ઘટાડો થવાની સાથે સમયની પણ બચત થાય તેમ છે.
આ રજુઆત
કર્યા બાદ ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા રાજયમાં ફકત સુરત જિલ્લામાં પાયલોટ
પ્રોજેકટ શરૃ કરાયો છે. જેમાં જે તે અરજદારોના કેસોની સુનાવણી વિડીયો કોન્ફરન્સના
માધ્યમથી સુરત જિલ્લા કલેકટરના બોર્ડમાં શરૃ કરાઇ છે. ગત દિવસોમાં ૧૮ કેસોની
સુનાવણી થઇ હતી. આજે બીજા નવ કેસોની ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં વકીલો અને
અરજદારો હાજર રહ્યા હતા. વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જ ઓનલાઇન દલીલો કરી હતી. આમ
આ પ્રોજેકટના કારણે વકીલોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
આગામી
દિવસોમાં અપીલ અને દસ્તાવેજી પુરાવા પણ સુરતમાં જ જમા કરાવવા માટેની વ્યવસ્થા
ગોઠવાશે
અમદાવાદ એસ.એસ.આર.ડીમાં ચાલતા કેસો માટે આગામી દિવસોમાં
સુરત જિલ્લા કલેકટરમાં જ એક નાયબ મામલતદારની રજિસ્ટ્રાર તરીકે નિમણુંક કરવામાં
આવશે. જે તમામ કેસોની અપીલ સ્વીકારશે. અને સાથે જ અપીલ બાદ સુનાવણી માટે જે
પુરાવાઓ રજુ કરવાના હોય છે. તે પુરાવા પણ સુરતમાં સ્વીકારવમાં આવશે. અને જે દિવસે
સુનાવણી હશે તે દિવસે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સચિવ માટે પુરાવા હોવાથી
સરળતાથી વકીલોની રજુઆત સાંભળી શકશે. આમ ભવિષ્યમાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી
તમામ કેસોની સુનાવણી થશે.