સુરતના કોસ્મેટીક-શ્રૃંગારના વેપારીઓ, ટુર-ટ્રાવેલ્સ સંચાલકોને ત્યાં SGSTના દરોડા

by Aadhya
0 comment 2 minutes read

સુરત

દિવાળીના
તહેવાર પહેલાં જ ચૌટાબજાર અને રીંગરોડ પર ધંધાર્થીઓને ત્યાં દસ્તાવેજો કબજે લઇ
વેરીફિકેશન શરૃ કરાયું

    

સુરતના
ચૌટાબજાર સ્થિત કોસ્મેટીક-શ્રૃંગારના વેપારીઓ તથા રીંગરોડની ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ
ના સંચાલકના ધંધાકીય સ્થળો પર આજે એસજીએસટી વિભાગની ટીમે દિવાળીના તહેવાર પહેલાં જ
ત્રાટકીને વાંધાજનક દસ્તાવેજો કબજે કરીને વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરી છે.

એસજીએસટી
વિભાગની ટીમે ડેટા એનાલીસીસના આધારે સુરતના ચૌટા બજાર સ્થિત કોસ્મેટિક તથા સ્ત્રી
શૃંગારની ચીજવસ્તુઓ વેચનારા વેપારીઓ તથા રીંગરોડ સ્થિત ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના
ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીના ધંધાકીય સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરી
છે.પ્રાથમિક તપાસ દરમિયાન કરોડો રૃપિયાનું ટર્ન ઓવર ધરાવતા કોસ્મેટીક-મહીલા
શ્રૃંગારના સાધનો વેચતા વેપારીઓ દ્વારા ટેક્સ ઓછો ભરવામાં આવતો હોવાનું તથા બે
નંબરમાં માલ સ્ટોક રાખતા હોવાની સુત્રોએ વ્યક્ત કરી છે.અત્રે નોંધનીય છે કે
સુરતનું ચૌટાબજાર વર્ષોથી મહીલાઓના કોસ્મેટિક
,શ્રૃંગારની વિવિધ ચીજવસ્તુઓ માટે પ્રખ્યાત
છે.આ ધંધામાં સંકળાયેલા અનેક જથ્થાબંધ વેપારીઓની પેઢી દ્વારા રોજીંદા લાખો
રૃપિયાનો વેચાણ ઉથલો ધરાવતા હોય છે.અગાઉ પણ કોસ્મેટીક વેપારી પર તપાસ હાથ ધરી
હતી.હાલમાં તે વેપારી પેઢીની સમકક્ષ જ ગણાતાં વેપારીના શો રૃમને એસજીએસટી વિભાગે
સકંજામાં લીધો છે.પ્રારંભિક તપાસમાં જેટલું વેચાણ થાય છે  તેટલું ચોપડે નહીં દર્શાવીને ટેક્સ ચોરી
કરવામાં આવતી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

જ્યારે
રીંગરોડ સ્થિત ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના ધંધાર્થી દ્વારા લોકોને મોંઘાદાટ વિદેશી
ટુર પેકેજ આપીને લાખો રૃપિયાની આવક મેળવવા છતાં જરૃરી ટેક્સ ભરતા ન હોવાનું
પ્રારંભિક બહાર આવ્યું છે.હાલમાં હિસાબી દસ્તાવેજો કબજે કરીને વેરીફિકેશનની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જો કે સામી દિવાળીએ એસજીએસટી વિભાગે તપાસનો ધમધમાટ
શરૃ કરતાં ટેક્સટાઈલ માર્કેટ તથા અન્ય વ્યવસાયી વર્ગોમાં પણ ફફડાટ ફેલાઈ જવા
પામ્યો છે.

Source link

You may also like

Leave a Comment