સહરા દરવાજા પાસે ભાવેશ દેસાઇ દંડની દહેશત બતાવી ચાલકોને રસીદ આપ્યા વગર રૃા.100થી રૃા.3 હજાર પડાવી લેતો હતો
અન્ય કોને ભાગ આપતો હતો ? તેની તપાસ કરાશે
Updated: Oct 5th, 2023
સુરત
સહરા દરવાજા પાસે ભાવેશ દેસાઇ દંડની દહેશત બતાવી ચાલકોને રસીદ
આપ્યા વગર રૃા.100થી રૃા.3 હજાર પડાવી લેતો હતો
સુરત
શહેર ટ્રાફીક પોલીસના જવાનો ટીઆરબી તથા ખાનગી વ્યક્તિઓ મારફતે વાહનચાલકોને દંડની દહેશત
બતાવીને ગેરકાયદે લાંચના માંગવાના ગુનાઈત કારસામાં ગઈકાલે એસીબીના છટકામાં ઝડપાયેલા
એલઆરડી ભાવેશ દેસાઈની આજે ત્રણ દિવસના રિમાન્ડની
માંગ સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે આરોપીને એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ
કર્યો છે.
એન્ટી
કરપ્શન બ્યુરોના પીઆઈ અકે.જે.ધડુકની ફરિયાદના આધારે ગઈ કાલે રીંગરોડ કમેલા દરવાજા
ખાતે વાહનચાલકોને મોટો દંડની દહેશત બતાવીને 1 હજારની લાંચ માંગનાર સુરત ટ્રાફીક શાખાના રીજીયન-2
સર્કલ-4માં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ બનાસકાંઠાના ભાભોર
તાલુકાના દેવકાપડીયા ગામના વતની આરોપી ભાવેશકુમાર ખેંગારભાઈ દેસાઈ(રે.શિવપાર્ક
સોસાયટી,ગોડાદરા) લાંચના છટકામાં આબાદ ઝડપી લીધો હતો.લાંચ
કેસમાં ઝડપાયેલા આરોપી ભાવેશ દેસાઈને આજે તાપી એસીબી પોસ્ટે.વ્યારા કેમ્પના પીઆઈ
એસ.એચ.ચૌધરીએ 8 કારણોસર ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે
કોર્ટમાં રજુ કર્યો હતો.
જેની
સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે આરોપી ટીઆરબી
જવાને લાંચના છટકામાં લેતી દેતી અંગે ઓડીયો રેકોર્ડીંગ કર્યું હોઈ પ્રથમદર્શનીય
કેસની તપાસ કરવાની છે.આરોપીની ગુનો કર્યા બાદની વર્તણુંક બતાવે છે કે આરોપી ગુનાના
મૂળ સુધી પહોંચવામાં સહાકર આપતો ન હોઈ અન્ય કોઈને ભાગ આપવાનો હતો કે કેમ તેની તપાસ
કરવાની છે.આરોપીએ અન્ય કેટલા વાહનચાલકો પાસેથી લાંચના નાણાં સ્વીકાર્યા છે?આરોપી દ્વારા
ભ્રષ્ટાચાર આચરીને નાણાંના રોકાણ કર્યો હોઈ તેના બેંક ખાતા,લોકર્સ,વીમા પોલીસી કે અન્ય રોકાણોની વિગતો તપાસવાની છે.અન્ય લોકો પાસેથી પણ
આરોપીએ પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરીને નાણાં મેળવ્યા હોવાની આશંકા અંગે તપાસ
કરવાની છે.જેને કોર્ટે માન્ય રાખી લાંચ કેસમાં સપડાયેલા આરોપી ભાવેશ દેસાઈને એક
દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.