Updated: Oct 7th, 2023
સુરત
જુદી
જુદી માર્કેટમાં પોતાના માણસને બેસાડીને ચીટીંગ કરતાં હોવાની એક ટોળકીથી સાવધાન
રહેવાની હિમાયત થોડાં દિવસ પહેલાં થઈ હતી. હાલમાં એક નવો સંદેશો સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ પર ફરતો કરાયો છે. માર્કેટમાંની એક પાર્ટી માલ ખરીદ્યા પછી પેમેન્ટ
નહીં કરતી હોવાનું કારખાનેદારોને જણાવાયું છે.
કારખાનેદારોના
ગ્પમાં છેલ્લાં બે દિવસથી એક મેસેજ ખૂબ ઝડપભેર વાયરલ થયો છે. એક માલિક ભાગીદાર અને
દલાલની મદદથી માલ ખરીદે છે. પરંતુ બાદમાં પેમેન્ટ ચૂકવતી નથી, માત્ર વાયદાઓ જ કરે છે,
તેથી ધ્યાન રાખવાની હિમાયત કાપડ બજારમાં કામકાજ કરતાં કારખાનેદારોને
કરવામાં આવી છે.
થોડા
દિવસ પહેલા પણ એક લેભાગૂ વિવિધ કાપડ માર્કેટમાં પોતાના માણસો બેસાડીને જીએસટી નંબર
પર માલ ખરીદે છે. પરંતુ બાદમાં પેમેન્ટ ચૂકવતી નથી, તેથી આવી વ્યક્તિથી સાવધ રહેવાની હિમાયત
થઈ હતી. આવા લેભાગુઓ જે કારખાનેદારો પાસે માલનો ભરાવો થયો હોય, તેમને ટાર્ગેટ કરીને માલની ખરીદી કરતાં હોય છે. ભૂતકાળમાં આવું ઘણી વખત
બન્યું છે.