સચિન-નવસારી સુધી 17 કિ.મી.ના ફોરલેન રોડ માટે જમીન સંપાદન થશે

by Aadhya
0 comment 2 minutes read

સુરત-નવસારીને ટ્વિનસિટી બનાવવા કદમ

Updated: Oct 10th, 2023


– પ્રથમ
ફેઝમાં રૃા.
226 કરોડના ખર્ચે 17 કિ.મીના રોડ ઉપર જરુરીયાત મુજબ
ફ્લાયઓવર બ્રિજ પણ બનાવાશે

        સુરત

સુરત-સચીન-નવસારી
ફોરલેનની મંજુરી મળ્યા બાદ પ્રથમ ફેઝમાં રૃા.૨૨૬ કરોડના ખર્ચે ૧૭ કિલોમીટરનો રોડ બનાવવા
માટે રાજય સરકારે સેદ્વાંતિક મંજુરી આપી દેતા આગામી દિવસોમાં ટેન્ડરીંગની પ્રકિયા હાથ
ધરાશે. આ મંજુરી સાથે જ ફોરલેન્ન બનનાર હોવાથી આજુબાજુની જમીનો પણ સંપાદન કરવામાં આવશે.

સુરતથી નવસારી
વાયા સચીન જવા માટે રસ્તો હાલ રસ્તો કાર્યરત છે. પરંતુ ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને
રોડ પહોળો કરવાની તાતી જરૃરિયાત છે. કેમકે નવસારી અને આજુબાજુના ગામના લોકો સુરતમાં
કામધંધા માટે આવે છે. અને જો પહોળો રોડ હોય તો સરળતાથી સચીન-નવસારી વચ્ચે અવર જવર કરી
શકાય તે માટે સ્થાનિક ચોર્યાસી ધારાસભ્ય દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને
રજુઆત થઇ હતી. આ રજુઆત બાદ ફોરલેન્ડ રોડ બનાવવાની મંજુરી આપવામાં આવી હતી.

આજે
રાજય સરકાર દ્વારા પ્રથમ ફેઝમાં રૃા.૨૨૬ કરોડના ખર્ચે ૧૭ કિ.મીનો રોડ બનાવવા માટે
સેદ્વાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. આ રોડ બનાવવાની સાથે જ ફલાય ઓવરની જમીન
સંપાદન પણ કરવાની રહેશે. સ્થાનિક ધારાસભ્યના જણાવ્યા મુજબ સરકારે જે ૨૨૬ કરોડ
રૃપિયા ફાળવ્યા છે. તે રકમમાં જયાં જરૃર હશે ત્યાં ફલાય ઓવરબ્રિજ પણ બનાવી શકાશે.
આ નિર્ણયના કારણે રોડ પહોળો થતા વાહન વ્યવહાર સરળતાથી થઇ શકશે. સાથે જમીન સંપાદન
થનાર હોવાથી ખેડુતોને પણ ફાયદો થશે. આ તમામ આયોજન ભવિષ્યમાં સુરત અને નવસારીને
જોડતી ટવીનસીટીને લઇને થઇ રહ્યુ છે. 

Source link

You may also like

Leave a Comment