-કેમિકલ અને ડાઇઝ ઉત્પાદકોની સંખ્યા 50 તે પૈકી 40થી વધુ ઉત્પાદકો અમેરિકા, યુરોપ, ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં
એક્સપોર્ટ કરે છે
સુરત
વાપી
અને અંકલેશ્વર સુધીના દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક પટ્ટામાં સંખ્યાબંધ કેમિકલ તથા
ડાઇઝના ઉત્પાદકો પૈકીના 40થી વધુ કલર કેમિકલના નિકાસકારો અંદાજે વર્ષે રુ. 5000 કરોડની નિકાસ કરે છે. વિશ્વભરને ચીન કેમિકલની નિકાસ કરે છે. પણ સુરતના
ઉદ્યોગકારો ચીનને તેની જરૃરિયાત મુજબનું કેમિકલ પૂરું પાડે છે.
કોવિડના
સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં નિકાસ કામકાજને ખૂબ જ અસર થઈ હતી, ત્યારે ઉદ્યોગકારોએ
આનો સૌથી વધુ લાભ ઉઠાવીને નિકાસ કામકાજ વધારી દીધાં હતાં. દક્ષિણ ગુજરાતમાંની આ
કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ 50 હજારથી વધુ લોકોને રોજગારી આપે છે અને
ખૂબ મોટું ટર્નઓવર ધરાવે છે.
કેમિકલ
અને ડાઈઝ ઉત્પાદકોની સંખ્યા અંદાજે 50 આસપાસ છે, તેમાંથી 40થી વધુ
કેમિકલ ઉત્પાદકો નિકાસ કામકાજ સાથે સંકળાયેલાં છે, એમ
સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું. વિવિધ દેશોમાંની ટેક્સટાઇલ, પેપર અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ રિએક્ટિવ ડાય, એસીટીક
એસિડ, ફોમક એસિડ, કોલ્ડ વોટર ટીકેટી
પાવડર સુરતના, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉત્પાદિત થતાં
કેમિકલનો ઉપયોગ કરે છે.
અમુક
ખાસ પ્રકારના કેમિકલ તથા ડાઇઝના ઉત્પાદનમાં મેન્યુફેક્ચરર્સે નિપુણતા કળવી છે. ચીન, અમેરિકા, યુરોપિયન કન્ટ્રી, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, લેટીન અમેરિકા, મેક્સિકો,
બાંગ્લાદેશ અને પાકિસ્તાનની કેમિકલ અને ડાઇઝની જરૃરિયાત પૂરી
કરવામાં આવે છે. સમગ્ર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની નિકાસ વાષક અંદાજે રુ. 5000 કરોડ હોવાનું માનવામાં આવે છે.
મંત્રાએ ટેસ્ટીંગ માટે આધુનિક ઉપકરણો વસાવ્યાં, બીઆઇએસ અને એનએબીએલની માન્યતા મળી છે
નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી (એનએબીએલ)
અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)ની એપ્વલ મંત્રાએ લીધી છે. ટેસ્ટિંગ
ફેસીલીટીસ અને ખાસ કરીને કલર અને કેમિકલને લગતા ટેક્સટાઇલ ટેસ્ટીંગની જાણકારી આપવા
માટે કલર કેમિકલ મેન્યુફેક્ચરર્સ એસો. સાથે યોજાયેલાં કાર્યક્રમમાં વેપારી અને
મેન્યુફેક્ચરર્સ આનો લાભ લઇ શકશે, એમ
પ્રમુખ રજનીકાંત બચકાનીવાળાએ જણાવ્યું હતું.