Updated: Oct 13th, 2023
– ગુરૂવારે સીંગણપોર વિસ્તારમાં સ્વિમિંગ પુલ પર વિરોધનો સિલસિલો આગળ વધ્યો
સુરત,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર
સુરત પાલિકા દ્વારા સ્વિમિંગ પુલની ફીમાં વધારાનો વિરોધ પણ સતત વધી રહ્યો છે. ગઈકાલે સિંગણપોર ખાતે સ્વિમિંગ પુલના સભ્યોના વિરોધ પ્રદર્શન બાદ આજે ડિંડોલી ખાતે સ્વિમિંગ પુલ પર સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે ડિંડોલી ખાતેના સ્વિમિંગ પુલ પર સુત્રોચ્ચાર કરીને ફી વધારો પાછો ખેંચવા માટે માંગણી કરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામા આવેલા 18 જેટલા સ્વિમિંગ પુલ બનાવ્યા બાદ ગત વર્ષે ફી વધારવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. હાલમાં 80 ટકાથી માંડીને 300 ટકા સુધીનો વધારો કરી દેવામા આવ્યો છે. પાલિકા દ્વારા સ્વિમિંગ પુલની ફીમાં વધારો કરવામાં આવ્યો છે તેનો વધી તરફથી વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે સિંગણપોર સ્વિમિંગ પુલના સબ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ફી ઘટાડવા માટેની માગણી કરી હતી.
આજે સવારે ડિંડોલી ખાતે અંબિકા ટાઉનશીપની પાસે આવેલ સ્વિમિંગ પુલ માં વહેલી સવારે સભ્યોએ એકઠાં થઈને અસહ્ય ફી વધારો પરત લેવા અંગે સૂત્રોચ્ચાર સાથે પોતાની રજુઆત કરવામાં આવી હતી. આ સાથે સાથે ડિંડોલી સ્વિમિંગ પુલમાં ભેગા થયેલા સભ્યોએ ફી વધારો પાછો ખેંચવા સાથે સાથે શનિ-રવિની રજામાં સ્વિમિંગ પુલ બંધ રાખવામા આવે છે તે નીતિનો પણ વિરોધ કરી શનિ-રવિ પણ સ્વિમિંગ પુલ ચાલુ રાખવાની માગણી કરી રહ્યાં છે.