સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યું

by Aadhya
0 comment 2 minutes read

માતા-પિતાએ ઈશ્વર ઈચ્છા સમજીને પોતાના બાળકના અંગોને દાન કરવા સહમતિ આપી

Updated: Oct 18th, 2023



સુરતઃ (Surat)શહેરમાં બ્રેઈનડેડ જાહેર થતા બાળકના કિડની, બરોળ, આંખ, લીવરનું પરિવારે દાન કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે. (Organ donation)બાળકના જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં તેણે 6 લોકોને નવજીવન આપ્યું છે. (brain ded child)બાળક જન્મ્યાં બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કર્યું ન હતું. ચાઇલ્ડ હોસ્પિટલમાં ICUમાં સારવાર અપાઈ હતી. જો કે, ડોક્ટરે બાળકને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે બાળકના અંગોનું દાન કરવા સહમતી આપી હતી. વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે.

બાળકને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યું

અંગદાનમાં પવિત્ર નવરાત્રી દરમ્યાન શક્તિનું અનેક અનોખું જ સ્વરૂપ જોવા મળ્યું છે. જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું છે. હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ કલરવ હોસ્પિટલમાં થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. તપાસ કરતાં તરત તેમણે વિશેષ સારવાર લેવાનું જણાતાં ડૉ. અતુલ શેલડીયાની કેર ચીલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કર્યું હતું. અહી બાળકને વેન્ટીલેટર ઉપર રાખી સાજા થવાની કાગડોળે રાહ જોવાતી હતી સાથે જ અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી. બાળકની તપાસ કરતા બાળકને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યું હતું. 

પરિવારે બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો

બાળકના આ સમાચારથી પરિવાર ભારે હ્યદયથી ઈશ્વર ઈચ્છા સ્વિકારીને માત્ર ચાર જ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. અંગદાનની સંમતિ મળ્યા બાદ પ્રથમ સોટો ના ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કર્યો હતો. બાળકના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને પી.પી.સવાણી હોસ્પીટલમાં ખસેડ્યું હતું. IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું. બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે. બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ, લીવર દિલ્હી ILDS હોસ્પિટલ, અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક, સુરતને અપાયું હતું. 



Source link

You may also like

Leave a Comment