મોટા વરાછાની યુવતીને લગ્નની લાલચ આપી બે સંતાનના પિતા એવા કારખાનેદારનું દુષ્કર્મ

by Aadhya
0 comment 2 minutes read

Updated: Oct 26th, 2023

– સિલાઇ કામ કરતી યુવતી સાથે એમ્બ્રોઇડરી વર્કના કામ અંતર્ગત પરિચય થયો હતોઃ લગ્ન માટે વાયદા કરતા યુવતી ઘરે પહોંચી જતા પરિણીત હોવાનો ભાંડો ફૂટયો


સુરત

મોટા વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી સ્થાનિક વિસ્તારની ઓયો હોટલમાં લઇ જઇ અનેક વખત શરીર સબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરી તરછોડી દેનાર બે સંતાનના પિતા એવા એમ્બ્રોઇડરી કારખાનેદાર વિરૂધ્ધ અમરોલી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઇડરી કારખાનું ધરાવતા દીપક જીવન સોંડાગર (ઉ.વ. 36 રહે. આમ્રકુંજ સોસાયટી, અમરોલી-છાપરાભાઠા રોડ, સુરત અને મૂળ. તરેડ, તા. મહુવા, ભાવનગર) વિરૂધ્ધ મોટા વરાછા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય ડિમ્પલ (નામ બદલ્યું છે) નામની યુવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે એમ્બ્રોઇડરી કારખાનું ધરાવતા બે સંતાનના પિતા દીપક જોબવર્કનું સિલાઇ કામ ડિમ્પલ પાસે કરાવતો હતો. ઉપરાંત દીપકના સંબંધી ભાઇના લગ્ન ડિમ્પલના સંબંધી બહેન સાથે થયા હોવાથી તેઓ એકબીજાથી પરિચીત પણ હતા.

દરમિયાનમાં ડિમ્પલ વેડરોડ વિસ્તારમાં સિલાઇ કામ કરતી હતી ત્યારે તેઓ વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જે અંતર્ગત દીપક પરિણીત હોવા છતા ડિમ્પલને લગ્ન કરવાની લાલચ આપી શારિરીક અડપલા કર્યા હતા અને તેનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દીપક ડિમ્પલને મળવા બોલાવતો હતો અને મોટા વરાછા વિસ્તારની ઓયો હોટલમાં લઇ જઇ અનેક વખત શરીર સબંધ બાંધ્યો હતો. ડિમ્પલ જયારે પણ લગ્નની વાત કરતી હતી ત્યારે દીપક વાયદા કરતો હતો. જેથી બે દિવસ અગાઉ ડિમ્પલ દીપકના ઘરે પહોંચી જતા તે પરિણતી અને બે સંતાનનો પિતા હોવાનો ભાંડો ફૂટી જતા ડિમ્પલે દીપક વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે દીપકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

Source link

You may also like

Leave a Comment