મિત્રતા નહીં રાખતી મહિલાને ધમકી, બંદૂક સે છ કી છ ગોલી તેરે સર મેં ઉતાર દૂંગા

by Aadhya
0 comment 3 minutes read

તું મુકેશ કે સાથ કયું ઘુમ રહી હે

રાણીતળાવની 39 વર્ષીય મહિલાને નાનપુરાના સોએબ આઝમી સાથે મિત્રતા હતી પણ ગાળો અને ખરાબ દાનત હોવાથી વાતચીત બંધ કરી હતી

Updated: Oct 30th, 2023


– તું મુકેશ કે સાથ કયું ઘુમ રહી હે

– રાણીતળાવની 39 વર્ષીય મહિલાને નાનપુરાના સોએબ આઝમી સાથે મિત્રતા હતી પણ ગાળો અને ખરાબ દાનત હોવાથી વાતચીત બંધ કરી હતી

સુરત, : સુરતના રાણીતળાવમાં રહેતી 17 વર્ષની પુત્રીની માતા 39 વર્ષીય મહિલા મિત્રતા રાખતી ન હોય તેને રસ્તામાં અટકાવી માઉઝર બંદૂકથી ઉડાવી દેવાની ધમકી આપી બળજબરીથી અન્ય મિત્રના ઘર પાસે લઈ જઈ નાનપુરાના યુવાને મહિલા અને તેના મિત્રને ધમકી આપતા ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાણીતળાવ વિસ્તારમાં 17 વર્ષની પુત્રી સાથે એકલી રહેતી 39 વર્ષીય સલમા ( નામ બદલ્યું છે ) ગત 21 મી ની રાત્રે મિત્ર મુકેશને મળવા ઉધના વિનયનગરમાં ગઈ હતી.મુકેશને મળીને તે પોતાના મોપેડ પર રાત્રે 11.30 વાગ્યે ઘરે જવા નીકળી ત્યારે જીવનજ્યોત ખાડી બ્રિજ પાસે મોતીવાલા પરફ્યુમ નજીક તેનો અગાઉનો મિત્ર સોએબ આઝમી ( ઉ.વ.36, રહે.ઘર નં.1/39,48, ઢીંગલી ફળીયા, બડેખા ચકલા, સાગર હોટલ પાસે, ચોક, નાનપુરા, સુરત ) અન્ય એક યુવાન સાથે બાઈક પર પાછળથી આવ્યો હતો અને સલમાના મોપેડની આગળ બાઈક આડી રાખી તેને અટકાવી હતી.સોએબે સલમાને તું મુકેશ કે સાથ કયું ઘુમ રહી હે તેમ કહી ગાળો આપી બે લાફા મારી દીધા હતા.


સોએબે માઉઝર બંદૂક સે છ કી છ ગોલી તેરે સર મેં ઉતાર દૂંગા, મેં તુમ દોનોકો જાન સે માર દૂંગા તેવી ધમકી આપી સાથે આવેલા યુવાનને બાઈક સાથે મોકલી દીધા બાદ સલમાને બળજબરીથી તેના મોપેડ પર પાછળ બેસાડી મોપેડ ચલાવી મુકેશના ઘર પાસે પહોંચ્યો હતો.ત્યાં મુકેશને ફોન કરી ગાળો આપી નીચે બોલાવી ગાળો આપી સોએબે ચપ્પુ કાઢી ધમકી આપી હતી કે તુમ દોનો દુબારા મિલોગે તો જાન સે માર દૂંગા.બાદમાં તે ચાલ્યો ગયો હતો.સલમાની સોએબ સાથે બે વર્ષ અગાઉ મિત્રતા હતી.પણ તે ગાળો આપી ખરાબ દાનત રાખતો હોય સલમાએ તેની સાથે મિત્રતા રાખી નહોતી.ત્યાર બાદ તે ઘણા સમયથી પીછો કરીને તેને હેરાન કરતો હોય છેવટે સલમાએ ગતરોજ સોએબ અને તેની સાથે આવેલા અજાણ્યા વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Source link

You may also like

Leave a Comment