ગ્રે તાકા વેચાતા ભરાવો દુર થયો પણ હવે કારખાનેદારોને પેમેન્ટનું ટેન્શન

by Aadhya
0 comment 3 minutes read

Updated: Nov 3rd, 2023

-ચાર-છ મહિનાથી થયેલો ગ્રેનો સ્ટોક ખાલી થતા રાહતઃ જોકે, મોટાભાગના
કારખાનેદારોએ માલ કોસ્ટ ટુ કોસ્ટ કાઢી નાંખ્યો છે

સુરત

ગ્રે
તાકાઓના
4-6 મહિનાથી ભરાવાને કારણે પરેશાન થયેલા સંખ્યાબંધ વિવર્સને તમામ સ્ટોક ખાલી
થતાં મોટી રાહત તો મળી છે. પરંતુ માલ વેચ્યા પછી પેમેન્ટનું ટેન્શન હવે ઊભું થયું
છે. ગ્રે તાકાઓનો કોસ્ટ ટૂ કોસ્ટ કાઢવામાં આવ્યો છે. નફો નહીં મળ્યો પણ માલનો
નિકાલ થયો છે.

દિવાળી
પહેલાં મોટી  સંખ્યામાં વેપારી વર્ગે
ગ્રેની ખરીદી કરવામાં આવી હોવાથી કારખાનેદારોને આખરે રાહત મળી છે. સંખ્યાબંધ
વિવર્સ પાસે નહિ વેચાયેલો ગ્રેનો સ્ટોક મોટા જથ્થામાં હતો. રનીંગ આઈટમ નહિ હોવાને
કારણે આવો સ્ટોક કારખાનાઓમાં જમા થયો હતો અને છેલ્લાં
4-6 મહિનાથી આ સ્ટોક પડી
રહ્યો હતો.

સાદા લુમ્સ
હોય કે જેકાર્ડ રેપિયર તમામ પ્રકારની ગ્રેની આ ક્વોલિટીઓ વેપારીઓ ખરીદતા નહીં હોવાથી
કારખાનેદારો ગળા સુધી આવી ગયાં હતાં. ગમે તે પ્રકારે આ માલનો નિકાલ થાય એવી કોશિશો
પણ થઈ હતી પરંતુ કોઈ લેવા તૈયાર નહોતું. પરંતુ હમણાં દિવાળી પહેલાં આ પ્રકારનો તમામ
માલ વેચાઈ ગયો હોવાનું ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું.

ગ્રે
તાકાઓનો નિકાલ થતો એક રીતે કારખાનેદાર હળવો થયો છે. ચિંતા ઓછી થઈ છે. પરંતુ માલનું
પેમેન્ટ દિવાળી પહેલાં નહીં આવે એ ચોક્કસ છે. દિવાળી પછી પણ ક્યારે આવશે એ નક્કી
નહિ હોવાથી પેમેન્ટનું ટેન્શન તો છે જ છે. માલ કારખાનાઓમાં પડી રહ્યો હતો
, ત્યારે ટેન્શન હતું અને
હવે માલ નીકળી ગયો છે તે પછી પણ ટેન્શન તો ઉભું જ છે.

ગ્રે
તાકાઓનું નિકાલ થયો હોવાથી કારખાનેદારો માટે હવે નવો માલ તૈયાર કરવા માટેનો રસ્તો
ખુલ્લો થયો છે. ગ્રેના ઉત્પાદનમાં હવે કોઈ સમસ્યા નહીં રહે. કેમકે દિવાળી પછી
લગ્નસરાની સિઝન શરૃ થતી હોવાથી કામકાજ પણ જાળવી રાખવાં પડે એમ છે. વેપારીઓને પણ
એવી આશા છે કે દિવાળી પછી લગ્નસરાની સિઝનનો લાભ મળશે.

Source link

You may also like

Leave a Comment