Updated: Nov 11th, 2023
સુરત
સરથાણા
પોલીસે ચાર્જશીટ રજુ કરતાં આરોપીએ તપાસ પુરી થઈ જતાં વિલંબિત ટ્રાયલના લીધે પ્રિ-ટ્રાયલ
પનીશમેન્ટની સંભાવનાને ધ્યાને લઈ જામીન આપવા માંગ કરી હતી
વ્રજ
ડાયમંડ કંપનીમાંથી 15.63 કરોડની કિંમતના
હીરાની ઉચાપતના કેસમાં સરથાણા પોલીસે જેલભેગા કરેલા આરોપી કર્મચારીએ ચાર્જશીટ બાદ
કરેલી જામીનની માંગને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પી.બી.પટેલે ગુનાની ગંભીરતાને
ધ્યાને લઈ નકારી કાઢી છે.
સરથાણા પોલીસ
મથકની હદમાં આવતાં વ્રજ ડાયમંડ કંપનીમા ફરિયાદી સંચાલક પ્રવિણ મનુભાઈ વઘાસીયા(રે.આર્શીવાદ
રો હાઉસ, સરથાણા
જકાતનાકા)એ પોતાની કંપનીમાં નોકરી કરતાં આરોપી જુગલ સુરેશભાઈઅ ફરજ દરમિયાન અન્ય સહકર્મચારીઓના
નામેની યુઝર આઈડીથી હીરાનું ગ્રેડીંગ બદલી 15.63 કરોડના ઉંચી ગુણવત્તાવાળા હીરા ચોરીને હલકી ગુણવત્તાવાળા
હીરા પોતાના સાળા ચિરાગ વિજયભાઈ રેશમવાળા મારફતે
બદલાવી આરોપી રૃચિત રાજેશભાઈ મહેતા(રે.સંઘવી ટાવર,અડાજણ પાટીયા)મારફતે
વેચી મારીને ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતનો કારસો રચ્યો હતો.
આ
કેસમાં સરથાણા પોલીસે જેલભેગા કરેલા આરોપી રૃચિત મહેતાએ ચાર્જશીટ રજુ થયા બાદ
જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે તપાસ અધિકારી તથા મૂળ ફરિયાદી
તરફે કલ્પેશ દેસાઈ તથા રાકેશ મૈસુરીયાની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે માત્ર
ચાર્જશીટ રજુ થવા માત્રથી ગુનાની ગંભીરતા કે ગુણદોષમાં કોઈ મહત્વનો ફેરફાર આવ્યો
હોવાનુુ માની શકાય નહીં.આરોપીઓ વિરુધ્ધ કરોડો રૃપિયાની ડાયમંડની ઉચાપતનો કેસની
તપાસ ચાલુ હોઈ આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભવના છે.જેને
કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગને નકારી કાઢી છે.