સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનની જૂની ડ્રેનેજ લાઈનમાં સ્ટ્રેન્ધનીંગની કામગીરી માટે બેગમપુરા-ઈન્દરપુરાના રસ્તાઓ 25 દિવસ બંધ રહેશે

by Aadhya
0 comment 3 minutes read

Updated: Nov 23rd, 2023


– બેગમપુરા ગોલ્ડન પોઈન્ટથી વિશાલ ક્રિએશન(ફાલસાવાડી મેઈન રોડ) અને દરપુરા ડી.કે.એમ. પોલીસ ચોકીથી નવાપુરા પ્રાથમિક શાળા નં.58 સુધીના રોડ પર કામગીરી શરુ કરાશે

સુરત,તા.23 નવેમ્બર 2023,બુધવાર

સુરત મહાનગરપાલિકાના સૌથી જૂના એવા સેન્ટ્રલ ઝોનમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈનના સ્ટ્રેન્ધનીંગની કામગીરી તબક્કાવાર શરુ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે હાલમાં કોટ વિસ્તારમાં આવેલા ગમપુરા-ઈન્દરપુરા વિસ્તારની લાઈન સ્ટ્રેન્ધનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે તેના કારણે આ વિસ્તારના રસ્તા આગામી 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. આ દિવસો દરમિયાન વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તા જાહેર કરવામા આવ્યા છે તેનો ઉપયોગ વાહનચાલકો-રાહદારીઓએ કરવાનો રહેશે. 

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સૌથી જૂની ડ્રેનેજ લાઈનના કારણે અનેક સમસ્યા થઈ રહી છે. આ સમસ્યા દુર કરવા માટે પાલિકા દ્વારા તબક્કાવાર રીતે સ્ટ્રેન્ધનીંગ કરવાનું શરૂ કરી દીધું છે. આગામી 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર વચ્ચે બેગમપુરા અને ઇન્દરપુરા વિસ્તારની લાઈન રીપેર કરવાની કામગીરી હાથ ધ઱વામાં આવશે. જેના કારણે બેગમપુરા ગોલ્ડન પોઈન્ટથી વિશાલ ક્રિએશન (ફાલસાવાડી મેઈન રોડ) ગોલ્ડન પોઈન્ટથી વિશાલ ક્રીએશન (ફાલસાવાડી મેઈન રોડ) તરફ આવતા અને જતા વાહનો અને રાહદારીઓએ વિકલ્પે રીંગ રોડ થઈ એપેક્ષ હોટલ થઈ ચિડીયાકુઈ થઈ વિશાલ ક્રીએશન તરફ જઈ શકશે.

આ રસ્તા પર થનાર કામગીરી દરમ્યાન વિશાલ ક્રીએશન થી ગોલ્ડન પોઇન્ટ તરફ આવતા વાહનો અને રાહદારીઓ ડીવાઈડરનો રોડનો ઉપયોગ કરી શકશે. સદરહું રસ્તો કામગીરીના તબક્કાને અનુરૂપ એક સિંગલ ટ્રેકમાં ચાલુ રાખવામાં આવશે. તથા સમગ્ર રસ્તો બંધ ન કરવાને કારણે, આ તમામ વાહન ચાલકોને તેને અનુરૂપ અંશતઃ ટ્રાફિકની સમસ્યા રહેવા પામશે તેમજ અન્ય આંતરિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.  

આ ઉપરાંત ઈદરપુરા ડી.કે.એમ. પોલીસ ચોકીથી નવાપુરા પ્રાથમિક શાળા નં.58 સુધી પણ કામગીરી કરવાની જરુર પડશે. જેના કારણે નવસારી બજાર, ગોપીપુરા, વાડી ફળિયા થી ડી. કે.એમ. પોલીસ ચોકીથી નવાપુરા પ્રાથમિક શાળા નં.58 તરફ જતા વાહનો અને રાહદારીઓ વિકલ્પે શાળા નં.40 થી ગધેવાનથી બદરી રોડ થઈ ગધેવાન ટેકરા મેઈન રોડ (તીન બટ્ટી જંક્શન) થઈ નવાપુરા પ્રાથમિક શાળા નં.58 તરફ જઈ શકશે. ઉપરાંત વાડી ફળીયા પોલીસ ચોકી થઈ નવાપુરા આયુર્વેદિક હોસ્પિટલ (એર ઈન્ડિયા) થઈ નવાપુરા કરવા મેઈન રોડ થઈ ઝાંપાબજાર તરફ જઈ શકાશે. ઉપરાંત રાણાવડની વિવિધ શેરીઓમાંથી થઈ પ્રાથમિક શાળા નં.58 તરફ જઈ શકશે. આ ઉપરાંત વાહનો અને રાહદારીઓ અન્ય આંતરિક રસ્તાઓ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત વાહનો અને રાહદારીઓ અન્ય આંતરિક રસ્તાઓ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત વાહનો અને રાહદારીઓ માટે અન્ય આંતરીક રસ્તાઓ ઉપયોગ કરી શકશે. 

આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો હોય 25 દિવસ રસ્તા બંધ રહેશે તેના કારણે આ વિસ્તાર ઉપરાંત આસપાસની શેરીઓમાં પણ ટ્રાફિકની સમસ્યા થશે તેવી શક્યતા નકારી શકાતી નથી.

Source link

You may also like

Leave a Comment