Updated: Dec 17th, 2023
સુરત, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર
સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ દરજ્જો મળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું, ઈન્ટરનેશનલ એરપોર્ટ સુરત ની વર્ષો જૂની માંગ હતી તે આજે સંતોષાય છે.
ભૂતકાળને યાદ કરતાં વડાપ્રધાને કહ્યું હતું, વર્ષો પહેલા સુરત એરપોર્ટ કરતાં બસ પોર્ટ હોય તે પણ સારા લાગતા હતા. પહેલાંનું એરપોર્ટ એક ઝુંપડી જેવું લાગતું હતું આજે સુરતની સામર્થ્યને કારણે સુરતનું એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે. આ ઉપરાંત તેઓએ સુરત માટે કહ્યું હતું કે, સુરત પહેલા મીની ભારત હતું હવે સુરત ગ્લોબલ સીટી બનવા જઈ રહ્યું છે.
સુરતીઓ માટે કહ્યુ હતું કે, સુરતીઓ કોઈ પણ કામમાં લોચો મારે નહી પરંતુ ખાવામાં લોચો ચુકે નહી. સુરતના લોકોને ગમે એટલી ઉતાવળ હોય પરંતુ સુરતની ખાણી પીણીની દુકાનો પર કલાકો સુધી લાઈનમાં ઉભા રહે તે સુરતીઓ.