સુરતમાંથી ફરી એક વાર કરૂણ ઘટના સામે આવી
મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારી હોવાનો આરોપ લગાવ્યો
Updated: Dec 19th, 2023
Surat Accident: સુરતમાંથી ફરી એક વાર કરૂણ ઘટના સામે આવી છે. જેમાં આઠ વર્ષના માસૂમ બાળકનું બીજા માળેથી પટકાતા મોત થયું છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલી અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો દીકરો મસ્તી કરતો હતો, તે દરમિયાન બીજા માળેથી પટકાયો હતો. તેને ગંભીર હાલતમાં સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ પહોંડ્યો હતો, જ્યા તેનું ટુંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. જોકે, મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારી હોવાનો આરોપ લગાવ્યો હતો.
હોસ્પિટલે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ
મહિતી અુનસાર, વેસુ વિસ્તારમાં શ્રમિક પરિવારના બાળકોને નજીકમાં આવેલી જૈન દેરાસર ખાતે ખુલ્લામાં અભ્યાસ કરાવવામાં આવતો હતો. અભ્યાસ બાદ આ બાળકો મસ્તી કરતા હતા. મસ્તી મસ્તીમાં બાળકનો પગ સ્લીપ થતા બીજા માળેથી પટકાયો હતો. 108માં બાળકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. શુક્રવારે બનેલી ઘટના બાદ આજે આ બાળકનું મોત નીપજ્યું હતું. જે બાદ મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યા હાતાં
બાળકના પરિવારજનોએ હોસ્પિટલ પર આરોપ લગાવતા કહ્યું કે, રાત્રિ દરમિયાન અમને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.જ્યાથી પરત આવ્યા તો મશીન પણ બંધ હાલતમાં હતું. બાળકનો શ્વાસ અટકી ગયો હતો.પરિવારજનોએ કહ્યું કે, અમારા બાળકની યોગ્ય રીતે સારવાર થઈ ન હોવાથી તેનું મૃત્યું નીપજ્યું હતું. જેથી અમારી માગ છે કે, જવાબદરા સામે કડકમાં કડક પગલા લઈને યોગ્ય રીતે ન્યાય આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક જ ક્લાસમાં ભણતા ધોરણ 8ના બે વિદ્યાર્થીઓના મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વિદ્યાર્થીઓના ટ્રેનની અડફેટે મોત થયાની આશંકા વ્યક્ત કરી હતી.