– ખેતીની જમીનના દસ્તાવેજ નોંધતી રાંદેર અને ચોર્યાસીની
કચેરી બંધ કરી અબ્રામા અને અડાજણમાં નવી કચેરી શરૃ કરાઇ
સુરત
સુરત
જિલ્લામાં નવો અબ્રામા તાલુકો જાહેર થવાની ચાલી રહેલી વાતો વચ્ચે મહેસુલ વિભાગે નવી
સબ રજિસ્ટ્રાર કચેરીનું માળખુ જાહેર કર્યુ છે. તેમાં સુરતમાંથી ખેતીના દસ્તાવેજ નોંધતી
બે સબ રજિસ્ટ્રાર કચેરી બંધ કરી દેવાઇ છે. અને અબ્રામા અને અડાજણ બે નવી સબ રજિસ્ટ્રાર
કચેરી શરૃ કરાઇ છે. આથી અગાઉ જે ૧૮ સબ રજિસ્ટ્રાર કચેરી હતી. તેટલી જ કચેરીઓ રહી છે.
રાજયના
મહેસુલ વિભાગ દ્વારા નોટીફિકેશન બહાર પાડીને રાજયની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં
ગ્રામીણ, શહેરી,
નગરપાલિકા, સુડા વિસ્તારના ગામો અને સીટી
સર્વે નંબરો સમાવિષ્ટ કરીને નવી સબ રજિસ્ટ્રાર કચેરીઓ જાહેર કરાઇ છે. જેમાં સુરત
શહેરમાં દસ અને જિલ્લામાં આઠ મળીને દસ સબ રજિસ્ટ્રાર કચેરીઓ હતી. જેમાંથી બે કચેરી
રાંદેર અને ચોર્યાસીમાં ફકતને ફકત ખેતીના જ દસ્તાવેજ નોંધાતા હતા. આ બન્ને કચેરીઓ
બંધ કરી દઇને હવેથી ખેતીના જેટલા પણ દસ્તાવેજ હશે તે જે તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં
નોંધાશે. આ બન્ને કચેરી બંધ કરી દઇને નવી બે કચેરી અડાજણ અને અબ્રામા શરૃ કરાઇ છે.
ટુકમાં સુરત જિલ્લામાં અગાઉ પણ ૧૮ સબ રજિસ્ટ્રાર કચેરીઓ હતી. અને નવા માળખા પછી પણ
૧૮ જ રહેશે. ફરક ફકત બે ખેતીની કચેરી બંધ કરીને નવી શરૃ કરાઇ તે છે.
છેલ્લા ઘણા
વખતથી સુરત જિલ્લામાં એક નવો તાલુકો અબ્રામા બનાવવાની વાતો ચાલતી હતી. અને સુરત જિલ્લા
કલેકટર દ્વારા દરખાસ્ત પણ મોકલી દેવાઇ હતી. આ વાતો વચ્ચે નવી અબ્રામા સબ રજિસ્ટ્રાર
કચેરી જાહેર કરાઇ હોવાથી આગામી દિવસોમાં અબ્રામા તાલુકો જાહેર કરે તો નવાઇ નહીં.
ખેતીના
દસ્તાવેજ નોંધાવવા માટે હવે ધક્કો ખાવો પડશે નહીં
સબ રજિસ્ટ્રાર
કચેરીમાં ફેરફાર કરાતા આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર ઓફ જનરલ રજિસ્ટ્રેશન અધિકારી સંદીપ સવાણીના
જણાવ્યા મુજબ ખેતીના દસ્તાવેજ નોંધતી બે સબ રજિસ્ટ્રાર કચેરી રાંદેર અને ચોર્યાસી બન્ને
બંધ કરી દેવાતા દૂર કાંઠા વિસ્તારમાંથી દસ્તાવેજ નોંધાવવા માટે છેક સુરત સુધી આવવુ
પડતુ હતુ તે મટી જશે. પોતાના વિસ્તારની જ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખેતીનો દસ્તાવેજ નોંધાવી
શકશે.
કતારગામ
સબ રજિસ્ટ્રાર કચેરીનું ભારણ ઘટી જશે
અત્યાર
સુધી કતારગામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જહાંગીરપુરાથી લઇને પાલ સુધીના વિસ્તારોના પણ
દસ્તાવેજ નોંધાતા હતા. હવે નવી અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરી બનતા કતારગામ સબ
રજિસ્ટ્રાર કચેરીનું ભારણ ઘટી જશે. જેના કારણે સરળતાથી દસ્તાવેજ નોંધાવી શકાશે.
અબ્રામા સબ
રજિસ્ટ્રાર કચેરીમાં આ ગામોના દસ્તાવેજ નોંધાશે
ભરથાણા, અબ્રામા, વેલંજા, ભાદા, મોટા વરાછા,
કઠોર, વાલક, સેગવા
સ્યાદલા, વસવારી, ગોથાણ, ઉમરા
અડાજણ સબ
રજિસ્ટ્રાર કચેરીમાં આ ગામોના દસ્તાવેજ નોંધાશે
અડાજણ, પાલ, પાલનપોર, રાંદેર, વરીયાવ,
પીસાદ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ,
કોસાડ