Updated: Jan 5th, 2024
– કડોદરાની મહિલાનું જઠર બ્લોક થઇ ગયું હતું, તબિયત લથડવા લાગી હતી : સ્મીમેરમાં સર્જરી કરી વાળનો ગુચ્છો કઢાતા રાહત
સુરત :
કડોદરાની
માનસિક બીમાર મહિલાને પોતાના માથાના વાળ તોડીને ખાવાની કુટેવ હતી. જેના લીધે
મહિલાના પેટના જઠરમાં વાળનો ગૂચ્છોે થતા તકલીફ શરૃ થઈ હતી. જેથી સ્મીમેર
હોસ્પિટલમાં સર્જરી વિભાગના ડોક્ટરોની ટીમે મહિલાના જઠર માંથી સર્જરી કરી ગાળનો
ગૂચ્છોે બહાર કાઢતા તેને નવજીવન આપ્યું છે.
પ્રાપ્ત
વિગત મુજબ કડોદરામાં રહેતી ૨૨ વર્ષીય મહિલા માનસિક બીમારી હોવાથી ધણા સમયથી પોતાના
માથાના વાળ તોડીને ખાવાની કુટેવ હતી. જેના
લીધે તેને એક વર્ષથી ધીરે ધીરે વિવિધ તકલીફો શરૃ થઈ હતી. જેવી કે, ઉપકા, ખોરાક ખાવામાં તકલીફ પડતી, ઉલ્ટી થતી, વજનમાં ઘટાડો સહિતની તકલીફ પડતી હતી. જોકે તેની તકલીફમાં વધારો થતા સાવર
માટે થોડા દિવસ પહેલા પાલિકા સંચાલિત હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં સર્જરી
વિભાગના ડોક્ટરોની ટીમે તેની સારવાર શરૃ કરીને વિવિધ રિપોર્ટ કરાવ્યા હતા. તે
દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલાના પેટના જઠરમાં વાળનો મોટો ગૂચ્છોે થઈ ગયો
હતો.
જેથી ૬
દિવસ પહેલા સ્મીમેર હોસ્પિટલના તબીબી અધિક્ષક કમ સર્જરી વિભાગના વડા ડો. જીતેન્દ્ર
દર્શનના માર્ગદર્શન હેઠળ એનેસ્થેસીયાના ડો. એસ.કે પટેલ અને સર્જરીના ડો. ગૌરાંગ
અગ્રવાલ, ડો.
વિપુલ લાડ, સહિતના ડોક્ટરોની ટીમે તેમના પેટમાં સતત ત્રણ
કલાક સુધી ભારે જહમત ઉઠાવી સફળ સર્જરી કરી હતી અને તેના પેટમાં જઠર માંથી
વાળનો એક કિલો જેટલો ગૂચ્છો બહાર કાઢી
નવું જીવન આપવામાં આવ્યું હતું. મહિલા જઠર વાળના ગૂચ્છાના લીધે બંધ થઇ ગયુ હતુ.
જેથી ખોરાક ખાઇ શકતુ ન હતુ. તે ગૂચ્છાના સમયસર નહી કાઢવામાં નહી આવતા તેની
તકલીફમાં વધારો થતે. તેનો ગૂચ્છો કાઢતા નવ જીવન મળ્યુ હતુ.વાળના આ પ્રકારની ગાંઠને
મેડીકલ ભાષામાં ટ્રાઇકોબેઝોર કહેવાય છે. એવુ ડો. જીતેન્દ્ર દર્શને કહ્યુ હતું.