Updated: Jan 11th, 2024
એકાઉન્ટ વિભાગની જવાબદારી ફરી સ્વાતિ દેસાઈને સોંપાય
કેતન દેસાઈ પાસેથી ડેપ્યુટી કમિશનરનો ચાર્જ પાછો લઈ લેવાયો, ઇન્ચાર્જ એસીઇ બનાવાયા
Image Source: Facebook
સુરત, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટને એસીબી મા ધરપકડ બાદ ગઈકાલે મોડી સાંજે પાલિકાના ઉચ્ચ અધિકારીઓના કાર્યભારમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. પાલિકા કમિશનરે કાલે મોડી સાંજે કરેલા ઓર્ડરમાં પાલિકાના કાર્યભાર હળવો કરાયો છે.
સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓના કાર્યભાર બાબતે છેલ્લા દસ દિવસથી સસ્પેસ ચાલતું હતું. કાલે મોડી સાંજે પાલિકા કમિશનરે બદલીના ઓર્ડરનો ગંજીફો ચીપ્યો છે. પાલિકા કમિશનરે ઉચ્ચ અધિકારીઓના કાર્યભાર ને વિભાજન હાય તેવા ઓર્ડર કર્યા છે. આજે થયેલા ઓર્ડરમાં સીટી ઇજનેર અક્ષય પંડ્યા નો કાર્યભાર હળવો કરવામાં આવ્યો છે. વધુ પડતા કાર્યભારથી દબાયેલા અક્ષય પંડ્યા પાસેથી બ્રિજ સેલ અને રોડ વિભાગનો હવાલો લઈ લેવામાં આવ્યો છે. એસીબીના વિવાદ બાદ એકાઉન્ટ વિભાગની કામગીરી નો કાર્યભાર ફરીથી સ્વાતિ દેસાઈને સોંપવામાં આવ્યો છે.
ડેપ્યુટી કમિશનની ખાલી પડેલી જગ્યા પર સરકાર નિયુક્ત અધિકારી આગામી દિવસોમાં ચાર્જ સંભાળી લેશે જેના કારણે કાર્યપાલક કેતન દેસાઈને કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો તે પાછો લઈ લેવામાં આવ્યો છે. ખાલી પડેલી એસીઇ સિવિલ જગ્યાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનના ઝોનલ ચીફ ની જવાબદારી જતીન દેસાઈને સોંપવામાં આવી છે તેની સાથે તેમને બ્રિજ સેલના વડા પર બનાવાયા છે.
એસીઈ ભગવાગરને અઢી વર્ષ બાદ રોડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર નિલેશ પટેલને હાઉસિંગ સેન્ટ્રલ ડિઝાઇન સેલ નો ચાર્જ સોપાયો છે તથા એસીઇ મહેશ ચાવડાને એફોરેડેબલ હાઉસિંગ સેલના વડા બનાવ્યા છે.
ગુજરાત સરકારમાંથી નિયુક્ત થયેલા બી.કે પટેલને બેરેજ, રિવરફ્રન્ટ અને ડુમ્મસ સી ફેસ જેવા આઇકોનિક પ્રોજેક્ટ ની કામગીરી સોંપવામાં આવી છે.
આમ મહાનગરપાલિકા કમિશનરે જે ઓર્ડર કર્યા છે તેને કારણે અનેક અધિકારીઓના કાર્યભારમાં મોટે ફેરફાર કરવામાં આવ્યા છે.