ચાવીને ભોજન કરવાનું લાભદાયી આપણે ત્યાં આયુર્વેદમાં જણાવાયું છે. હવે જાપાનના વાસદા વિદ્યાલયના એક તાજેતરના અધ્યયનમાં બહાર આવ્યું છે કે, ચાવીને ખાવાથી અને આહાર-પ્રેરિત થર્મોજેનેસીસ (ડિઆઈટી) વચ્ચે ઘનિષ્ટ સંબંધ છે.
ડો.યુકર હમદા અને પ્રો.નાઓયુકી હયાસીના નેતૃત્વમાં કરાયેલ અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભોજનને સારી રીતે ચાવીને ખાવાથી શરીર સ્વસ્થ રહે છે સાથોસાથ ધીરે ધીરે જમવાથી અને અન્નને સારી રીતે ચાવવાથી જાડાપણું અને વજનને રોકવામાં મદદ મળે છે.
અલબત્ત, આ તથ્ય એક સદી પહેલાં લોકપ્રિય થઈ ચૂકયું છે અને બાદમાં છૂટક અભ્યાસોમાં પણ આ બાબતને પુષ્ટિ મળી છે.
આ સંશોધન ‘સાયન્ટિફિક રિપોર્ટસ’ જર્નલમાં પ્રકાશિત થયું છે. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે, ચાવીને ભોજનથી ચયાપચય સંબંધ ઉર્જા વપરાય છે અને આંતરડાની ગતિશીલતા વધે છે.
ભોજન બાદ શરીરમાં ગરમી વધે છે, જે આહાર-પ્રેરિત થર્મોજેનેસીસ (ડીઆઈટી) તરીકે ઓળખાય છે. ડીઆઈટી વજન વધતું રોકવા માટે ઓળખાતું એક કારક છે, જે પાયાના ઉપવાસ સ્તરથી ઉપરની ઉર્જાનો વપરાશ કરે છે.
આ પહેલાં ડો.હમદા અને પ્રો.હયાશીના ટીમે જાણ્યું કે, ધીરે ધીરે ખાવાથી અને પુરી રીતે ચાવવાથી માત્ર ડીઆઈટીમાં જ વૃધ્ધિ નથી થતી બલ્કે પેટના આંતરડાવાળા ક્ષેત્રમાં રકતના સંચરણમાં પણ વૃધ્ધિ થાય છે.
હયાશીએ જણાવ્યું હતું કે અમે એ વાતને લઈને અનિશ્ચયની પરિસ્થિતિમાં હતા કે ધીરે ધીરે જમ્યા બાદ પાંચનતંત્રમાં પ્રવેશ કરનાર ભોજનની માત્રાથી ડીઆઈટીમાં વૃધ્ધિ થાય છે. આ મામલે અન્ય પાસાઓ જાણવાની જરૂર પડશે.