પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ તેમના તમામ પ્રીપેડ પ્લાન મોંઘા કરી દીધા છે, પરંતુ તેમ છતાં સરકારી ટેલિકોમ કંપની BSNL હજુ પણ જૂના ભાવે મોટા ફાયદા સાથે પ્લાનિંગ કરી રહી છે.
પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ તેમના તમામ પ્રીપેડ પ્લાન મોંઘા કરી દીધા છે, પરંતુ તેમ છતાં સરકારી ટેલિકોમ કંપની BSNL હજુ પણ જૂના ભાવે મોટા ફાયદા સાથે પ્લાનિંગ કરી રહી છે. BSNL પાસે આવી ઘણી યોજનાઓ છે જે Reliance Jio, Airtel અને Vi ને સખત સ્પર્ધા આપે છે. આજે અમે તમને BSNLના એક એવા પ્લાન વિશે રજૂ કરી રહ્યા છીએ જે 110 દિવસની વેલિડિટી સાથે આવે છે અને કુલ 220GB ડેટા ઑફર કરે છે. એટલું જ નહીં, BSNLના આ પ્લાન સાથે કૉલ-એસએમએસનો લાભ પણ ઉપલબ્ધ છે. ચાલો તમને જણાવીએ કે BSNLનો પ્લાન Jio અને Airtel કરતાં કેવી રીતે શ્રેષ્ઠ છે, તે કેટલા વધારાના ફાયદા આપે છે:
BSNL નો 666 રૂપિયાનો પ્લાન
BSNL રૂપિયા 666નો પ્લાન યુઝર્સને 110 દિવસની વેલિડિટી આપે છે. આમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 220GB થઈ જાય છે. લિમિટ પૂરી થયા પછી, ડેટા સ્પીડ ઘટીને 40Kbps થઈ જાય છે. પ્લાનમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ સિવાય ફ્રી કોલરટ્યુન્સ અને લોકધૂન કન્ટેન્ટની મેમ્બરશિપ આપવામાં આવશે.
Airtel-Viનો રૂ. 666નો
પ્લાન Airtel અને Vodafone-Idea માટે સમાન પ્લાન છે. આમાં 77 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 115.5GB થઈ જાય છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે.
Jio રૂ. 666નો પ્લાન
રિલાયન્સ જિયો રૂ. 666નો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 126 જીબી થઈ જશે. આ પ્લાનમાં અમર્યાદિત કૉલિંગ, દરરોજ 100 SMS અને Jio એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.