અદાણી ગ્રૂપની 3 કંપનીઓએ કર્યું મોટું રોકાણ, શેર ખરીદવા હરીફાઈ કરી

by Aadhya
0 comment 2 minutes read

અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની PJSC (IHC) અદાણી ગ્રીન એનર્જીમાં રૂ. 3,850 કરોડ, અદાણી ટ્રાન્સમિશનમાં રૂ. 3,850 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં રૂ. 7,700 કરોડનું રોકાણ કરશે.

ગૌતમ અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ – અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) – એ મોટું રોકાણ મેળવ્યું છે. આ રોકાણ અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની PJSC (IHC) દ્વારા કરવામાં આવશે. રોકાણની રકમ $2 બિલિયન હશે. 

કઈ કંપનીમાં કેટલું રોકાણઃ

અબુધાબી સ્થિત આ કંપની અદાણી ગ્રીન એનર્જીમાં રૂ. 3,850 કરોડ, અદાણી ટ્રાન્સમિશનમાં રૂ. 3,850 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં રૂ. 7,700 કરોડનું રોકાણ કરશે. અદાણી જૂથની ત્રણેય કંપનીઓના બોર્ડે આ રોકાણ માટે મંજૂરી આપી દીધી છે. હવે તમામ જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ, એક મહિનામાં ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવાની અપેક્ષા છે.

તેનો ઉપયોગ ક્યાં થશેઃ

અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે મૂડીનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ ઉપરાંત સંબંધિત વ્યવસાયોના વિકાસને આગળ વધારવા, બેલેન્સ શીટને વધુ મજબૂત કરવા માટે કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ, રોકાણ શેરહોલ્ડર અને નિયમનકારી મંજૂરીઓને આધીન છે અને તે સેબીના ધોરણોનું પાલન કરશે.

શેરોની ખરીદીમાં વધારોઃ

રોકાણના સમાચાર વચ્ચે અદાણી ગ્રુપની ત્રણેય કંપનીઓના શેરની ખરીદી વધી હતી. શુક્રવારે બપોરના વેપારમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 3 ટકા સુધી વધ્યો હતો. શેરની કિંમત 2155 રૂપિયાથી ઉપર છે. જ્યારે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 2.30 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે અદાણી ગ્રીનનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. શેરનો ભાવ રૂ. 2,350 સુધી ગયો હતો, જે 7 ટકાથી વધુનો વધારો છે.

You may also like

Leave a Comment