શુક્રવારે અદાણી પાવરથી લઈને ટાટા પાવર, ભેલ (BHEL), NTPC સુધીના પાવર સેક્ટરના શેરમાં જોરદાર ખરીદી થઈ હતી. અદાણી પાવરનો સ્ટોક 10% સુધી ઉછળ્યો
પાવર સ્ટોક્સ: પાવર જનરેટર્સ અને સંબંધિત કંપનીઓના શેરને લઈને રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ છે. શુક્રવારે પાવર જનરેટર અને સંબંધિત કંપનીઓના શેરો ફોકસમાં હતા.શુક્રવારે અદાણી પાવર, ટાટા પાવર, ભેલ, એનટીપીસી સહિતના શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી.
S&P BSE પાવર ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 14 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો એવી આશા પર કે સારી માંગ સેક્ટરમાં કમાણીમાં વૃદ્ધિ કરશે. અદાણી પાવર, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ (BHEL) અને NTPCના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. શુક્રવારે આ કંપનીઓના શેરમાં 5 ટકાથી 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાટા પાવર, ટોરેન્ટ પાવર અને JSW એનર્જી BSE પર 2 ટકાથી 4 ટકાની રેન્જમાં ચાલી હતી.
પાવર શેરોમાં રેકોર્ડ રેલી
S&P BSE પાવર ઇન્ડેક્સ ટોચના ક્ષેત્રીય લાભકર્તાઓમાંનો એક હતો. શુક્રવારે પાવર ઇન્ડેક્સ BSE પર 3.2 ટકા વધીને 4,171 પર બંધ થયો હતો. જ્યારે S&P BSE સેન્સેક્સ 1.2 ટકા વધ્યો હતો. પાવર ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે 4,187.47 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને જાન્યુઆરી 2008 પછીના તેના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ તે 1 જાન્યુઆરી, 2008ના રોજ 4,929.34ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.